કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બૅનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

કોલકાતામાં ધરણા પર બેઠેલા મમતા બૅનર્જી
કોલકાતામાં ધરણા પર બેઠેલા મમતા બૅનર્જી

ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની સીબીઆઈની કોશિશ વિરુદ્ધ મમતાએ રવિવારે રાત્રે જ ધરણા શરુ કરી દીધા છે.

મમતાના ધરણા સ્થળે ભેગા થયેલા ટીએમસી કાર્યકરો
મમતાના ધરણા સ્થળે ભેગા થયેલા ટીએમસી કાર્યકરો

આ નાટકીય ઘટનાક્રમ ત્યારે શરુ થયો કે જ્યારે રાજીવ કુમારની પૂછપરછના ઇરાદે સીબીઆઈની ટીમને ત્યાં તહેનાત સંતરીઓ અને કર્મચારીઓએ અંદર જતા રોકી દીધાં. એટલું જ નહીં, કોલકાતા પોલીસે કેટલાક સીબીઆઈ અધિકારીઓની અટકાયત પણ કરી લીધી.

READ  શું ફરી ગુજરાતથી લોકસભાની ચૂંટણી લડી શકે છે વડાપ્રધાન મોદી ? સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ નિરીક્ષકે કર્યો ખુલાસો

કેન્દ્ર અને રાજ્યના સલામતી દળો વચ્ચે ટકરાવની આ અભૂતપૂર્વ સ્થિતિ હતી. સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા મમતાએ બંધારણ બચાવો ધરણા શરુ કર્યા. મમતાએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર વિપક્ષી પાર્ટીઓના શાસન હેઠળના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગે છે.

મમતાએ કહ્યું, ‘હું વિશ્વાસ અપાવી શકુ છું… હું મરવા માટે તૈયાર છું, પણ હું મોદી સરકાર આગળ ઝુકવા માટે તૈયાર નથી. અમે ઇમર્જન્સી લાગુ નહીં થવા દઇએ. કૃપયા ભારતને બચાવો, લોકશાહીને બચાવો, બંધારણને બચાવો.’

READ  VIDEO: જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમા કંપનીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
કોલકાતા પહુંચેલી પંકજ શ્રીવાસ્તવ સહિતની સીબીઆઈ અધિકારીઓની ટીમ
કોલકાતા પહુંચેલી પંકજ શ્રીવાસ્તવ સહિતની સીબીઆઈ અધિકારીઓની ટીમ

બીજી તરફ સીબીઆઈના સંયુક્ત નિયામક પંકજ શ્રીવાસ્તવે કહ્યું, ‘અમે ત્યાં તેમની (રાજીવ કુમાર)’ની પૂછપરછ અને તપાસ કરવા ગયા હતા અને જો તેમણે સહકાર ન આપ્યો હોત, તો અમે તેમને અટકાયતમાં લઈ લીધા હોત.

કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર
કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર

હકીકતમાં ચિટફંડ કૌભાંડોની તપાસ માટે પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા રચાયેલી એસઆઈટીનું નેતૃત્વ કરી ચુકેલા 1989 બૅચના પશ્ચિમ બંગાળ કૅડરના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની ગાયબ દસ્તાવેજો અને ફાઇલો વિશે સીબીઆઈએ પૂછપરછ કરવાની છે, પરંતુ તેમણે સીબીઆઈ સમક્ષ રજૂ થવા માટે પાઠવાયેલી નોટિસોનો કોઈ જવાબ ન આપ્યો.

READ  રાફેલ પર રાહુલના દાવાને ફરી રક્ષા મંત્રીએ ખોટો સાબિત કરી દીધો, કોંગ્રેસ પર લગાવ્યો દેશની સેનાને કમજોર કરવાનો આરોપ

[yop_poll id=1053]

FB Comments