ચેતી જજો! વિદેશમાં નોકરી નામે 11 લાખની છેતરપિંડી કરી, નોંધાઈ પોલીસ ફરિયાદ

ઘાટલોડિયાના યુવક સાથે ત્રણ લોકોએ અરમેનીયા ખાતે નોકરી, વર્ક પરમીટની લાલચ આપીને રૂ.11 લાખ રોકડા મેળવી ઠગાઇ કર્યાની ઘટના સામે આવી છે. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.  વિદેશમાં સારી નોકરી અને વર્ક પરમીટ અપાવવાને નામે છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ

ધનરાજ દેસાઈને કલ્પનાબેન, ધીરજે વિદેશમાં નોકરીનો પ્લાન સમજાવી 11 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. તેઓ અરમેનીયા ગયા હતા પણ નોકરી કર્યા બાદ પગારની વાત કરતા ગાળો બોલવા લાગ્યા. આ બાદ અંતે તેઓ કંટાળીને ગયા હતા અને ભારત પર આવવાનું નક્કી કર્યું હતું.

READ  VIDEO: સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું કૌભાંડ, સરકારી આવાસોમાં મોટાપાયે ગોલમાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરમેનિયા

આ બાદ ધનરાજ દેસાઈ પોતાના પૈસા ખર્ચીને પરત આવી ગયા હતા. અમદાવાદ આવીને તેઓઓ ધીરજ અને કલ્પના બોરિસા પાસે પોતાના પૈસાની માગણી કરી હતી. બોરિસા દંપતિએ 11 લાખ રુપિયા વિવિઘ હપ્તાઓ મારફતે ધનરાજ દેસાઈ પાસેથી લીધા હતા. આ પૈસા પરત માગતા તેઓએ પણ જવાબ આપ્યો ન હતો.

READ  વિજય માલ્યાને 63 વર્ષની ઉંમરે બાકી જિંદગી જેલમાં વિતાવવાને લઈને ડર લાગી રહ્યો છે, ટ્વિટર પર સરકાર પાસે છોડી મૂકવાની કરી અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

અંતે કંટાળીને ધનરાજ દેસાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આમ આ આંખ ઉધાડનારો કિસ્સો છે જેઓ લાલચમાં આવીને પૈસા આપી દે છે અને બાદમાં ફસાઈ જાય છે.

 

 

Top 9 Business Of The Day : 28-02-2020 | Tv9GujaratiNews

FB Comments