અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મી સાથે નશામાં ધૂત યુવકે કરી મારપીટ, VIDEO થયો વાયરલ

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે મારપીટ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શખ્સ અતુલ વાઘેલા નશાની હાલતમાં ટ્રાફિક પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસકર્મીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો રબારી કોલોની વિસ્તારમાં અતુલ વાઘેલાએ નશાની હાલતમાં એક રિક્ષાચાલક સાથે માથાકૂટ કરી હતી.

READ  CM Vijay Rupani offers prayer at Dakor temple - Tv9 Gujarati

આ પણ વાંચો: પોતાના જ ઘરનો રસ્તો ભૂલી ગયા સૈફ અલી ખાન, લોકોને પૂછ્યું તો ઘર બતાવવાના બદલામાં કરી આ માગણી!

જેને શાંત કરવા ટ્રાફિક પોલસીના કર્મચારી પહોંચ્યા હતા. જો કે દારૂના નશામાં ચુર આ શખ્સ ટ્રાફિક પોલીસકર્મી સાથે જ અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ અમાનુષી વર્તનનો VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાવનગરની મહુવા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2505, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

બીજી તરફ પોલીસ પાસેથી જાણવા મળ્યું કે આરોપી અતુલ વાઘેલા અમરાઈવાડીના ભીલવાસનો રહેવાસી છે. અને નશાની હાલતમાં આવતા જતા લોકોને તથા રિક્ષાચાલકોને હેરાન કરતો હતો. હાલ તો પોલીસ આ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments