સાવધાન! 2 પિત્ઝા ઓનલાઈન મગાવ્યા અને ખાતામાંથી ઉપડી ગયા 60 હજાર રુપિયા

ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ એપ દ્વારા લોકો હવે ખાવાનું મગાવે છે. ઘણાં એવા કિસ્સા સામે આવે છે જેના લીધે ચેતી જવાની જરુર છે. 4 ઓક્ટોબરના રોજ અમદાવાદથી એક બિઝનેસમેન દ્વારા 2 પિત્ઝા ઓર્ડર ઝોમેટો મારફતે કરવામાં આવ્યા હતા. આ પિત્ઝા ખરાબ હોવાથી તેઓએ હેલ્પલાઈનમાં સંપર્ક કર્યો હતો. જો કે ત્યાંથી કોઈ રિપ્લાય આવ્યો નહોતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: Zomato ફુડ ડિલિવરીના નામે દારૂની હેરાફેરી ઝડપાઈ, 6 વિદેશી દારૂની બોટલ સાથે ડિલિવરી બોયની ધરપકડ

આ પણ વાંચો :  જાણો 2 શક્તિશાળી રાફેલની મિસાઈલ વિશે જે દુરથી જ દુશ્મનનો બોલાવશે ખાત્મો

હવે આ નંબર ક્યાંથી કોઈક ગઠિયા પાસે આવી ગયો હતો. થોડીવાર પછી આવેલાં ફોનમાં રિફંડ આપવા બાબતે ગૂગલની આઈડી માગવામાં આવે છે. આમ સીધી જ ખાતાની વિગતો આપવાથી 5 હજાર રુપિયા બિઝનેસમેનના ખાતામાંથી ઉપડી જાય છે. બીજીવાર એવું કહીને ફોન આવે છે કે આવું હોય જ નહીં. તમે ડિટેલ્સ આપો અને પૈસા રિફંડ કરી આપીએ તો ફરીથી ડિટેલ્સ આપતાં 6 વાર પૈસા ખાતામાંથી ઉપાડી લેવામાં આવે છે. આમ એક લિંકમાં ખાતાની વિગતો જે નહોતી આપવાની તે ભરીને 2 પિત્ઝા માટે 60,855 રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

READ  ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલાં 5 લોકોના 2.66 લાખ રુપિયા સાબરકાંઠા સાયબર સેલ પોલીસે પરત અપાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ તમામ હેલ્પલાઈનનો ડેટા વેચી દેવાઈ તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ કેસમાં પણ આવું જ થયું ગઠિયાએ ટાર્ગેટ કરીને પૈસા પડાવી લીધા. તમે પણ સાવધાન રહ્યો જ્યારે પણ કસ્ટમર કેરમાંથી ફોન આવે તો ખાતાની વિગતો ન આપશો. આ વિગતો આપવાથી તેઓ તમારી કમાણી રુપિયા ઉપાડી શકે છે.

READ  ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી

 

 

Oops, something went wrong.
FB Comments