વડોદરામાં ‘વાસુદેવ’ બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું ‘એ તો મારી ફરજ હતી’

વડોદરામાં ભારે વરસાદના લીધે શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વરસાદ અને પાણીની વચ્ચે કળયુગના વાસુદેવના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. નાના બાળકને પ્લાસ્ટિકના ટબમાં પોલીસકર્મી પોતાના માથા પર ઉપાડીને પૂરના પાણીમાંથી બચાવી લાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો! હાર્ટ એટેક આવી શકે છે! જુઓ VIDEO

આ પણ વાંચો:   કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

વીડિયો વાયરલ થતાં સાથે જ જાણવા મળ્યું કે આ કળયુગના વાસુદેવ બીજા કોઈ નહીં પણ વડોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.કે.ચાવડા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં ફોટા અને વાહવાહી બાદ તેઓએ જવાબ આપ્યો હતો કે આ તો મારી ફરજ હતી. મેં મારી ફરજ બચાવી છે. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે બાળકીને ટબામાં લઈ જવાનો મારો ફોટો આટલો બધો સોશિયલ મીડિયામાં વાયરલ થશે.

READ  વડોદરામાં ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીની કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વધુમાં જી.કે.ચાવડાએ જણાવ્યું કે મેં બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પહેલાં તો મને ડર લાગ્યો કારણ કે પાણી વધારે હતું. બાદમાં પ્લાસ્ટિક ટબ હોવાથી મેં આ કાર્ય કર્યું હતું. સામે ઉભેલાં મારા પોલીસ સ્ટાફના જવાનોને પણ બાદમાં ખબર પડી કે આ ટબમાં એક નાની બાળકી છે.

READ  આજે 3 તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ થશે શાંત, 23 એપ્રિલે ગુજરાત સહિત 16 રાજ્યોની 117 બેઠક પર યોજાશે મતદાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments