કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

વડોદરાની આકાશી આફતની તમે અનેક તસવીર જોઇ, પણ હવે જુઓ આ પુરની સૌથી હ્રદયદ્રાવક તસવીર. એક પિતા પોતાના બાળકને કેવી રીતે સલામત સ્થળે લઇ જઈ રહ્યાં છે. એક પ્લાસ્ટિકના ટબમાં બાળકને રાખી, પિતા તેને પોતાના માથા પર ઉંચકીને લઇ જઇ રહ્યાં છે. તો એ પિતાની પાછળ એક મહિલા, પુરુષના ખભાના સથવારે પાણીમાંથી પસાર થઇ રહી છે. વડોદરામાં 20 ઈંચ વરસાદને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ધુસી ગયા છે.

READ  VIDEO: વડોદરા, અમદાવાદ સહિત ગુજરાતભરમાં મંદીને ભૂલી લોકો ઉજવી રહ્યા છે દિવાળી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અનાજ, કઠોળ અને શાકભાજીના ગુજરાતની તમામ APMCમાં શું રહ્યા ભાવ..

આ તસવીર વડોદરાની સૌથી હૃદયદ્રાવક તસવીરો છે. વડોદરાના દેવપુરા વિસ્તાર કે જે વિશ્વામિત્રી નદીથી ખુબ જ નજીક આવેલો છે. અચાનક ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીનો પ્રવાહ વધતા, અહિંની સોસાયટીમાં પાણી ધસી આવ્યા હતા. ત્યારબાદ અહિંના લોકોએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માંગી અને રાવપુરા પોલીસના જવાનોએ અહિંના સ્થાનિકોને સલામત રીતે બહાર ખસેડાયા. જીવના જોખમે એક દરોડું પકડી લોકો પાણીના પ્રવાહમાંથી બહાર નિકળી રહ્યાં છે.

READ  VIDEO: વડોદરામાં SRP જવાનની દાદાગીરી! રીક્ષા ચાલકને માર્યો ઢોર માર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments