દેશની એક મોટી ફાઈવ સ્ટાર હોટલને એક વેપારીએ લગાવ્યો ચૂનો, રૂપિયા 12 લાખનું બિલ ચૂકવ્યા વગર થઈ ગયો ફરાર

હૈદરાબાદનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદની એક હોટેલમાં એક વ્યક્તિ 100 દિવસથી વધારે સમય સુધી રહ્યો અને કથિત રીતે 12.34 લાખ રૂપિયા બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો છે.

પોલિસે કહ્યું કે તાજ બંજારા હોટલના સંચાલન દ્વારા દાખલ કરેલી એક ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલિસે એ.શંકર નારાયણની વિરૂદ્ધ છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો કેસ દાખલ કર્યો છે. જેને વિશાખાપટ્ટનમનો વેપારી કહેવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આણંદ: કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીનું મોટું નિવેદન, જુઓ VIDEO

હોટલ સંચાલક મુજબ વ્યક્તિ લક્ઝરી સ્યુટમાં 102 દિવસ સુધી રહ્યો. તેનું બિલ 25.96 લાખ રૂપિયા બન્યુ હતું. તેને 13.62 લાખ રૂપિયા ચૂકવ્યા અને આ વર્ષે એપ્રિલ મહિનામાં કોઈને જણાવ્યા વગર હોટલ છોડીને ચાલ્યો ગયો. ત્યારબાદ સંચાલકે તે વ્યક્તિને ફોન કર્યો. તેને કહ્યું કે તે તમામ પૈસાની ચૂકવણી કરી દેશે પણ ત્યારપછી તે વ્યક્તિએ ફોન બંધ કરી દીધો. ત્યારબાદ બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલકે FIR નોંધાવી છે.

READ  દેશમાં પ્રથમ વખત ટિક-ટોક, ટ્વીટર અને વોટસએપની વિરૂદ્ધ દાખલ થયો ક્રિમિનલ કેસ, જાણો કેમ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલિસ સબ સબ ઇન્સપેક્ટર પી.રવિએ કહ્યું કે હોટલ સંચાલકની ફરિયાદ પર અમે FIR દાખલ કરી લીધી છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. વેપારી નારાયણે કથિત રીતે દાવો કર્યો છે કે તે હોટલમાં પુરી ચૂકવણી કરીને આવ્યો હતો. તેને કથિત રીતે આરોપ લગાવ્યો કે તેની છાપ ખરાબ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેને કહ્યું કે તે હોટલની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છે.

READ  હિંમતનગરમાં લોકોના હાથ પર મફતમાં એક વ્યકિત લખી રહ્યો છે 'મેં ભી ચોકીદાર હુ'

 

Oops, something went wrong.
FB Comments