યુવકનો ‘મોદી પ્રેમ’, 2019ની ચૂંટણીને લઈને લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન મોદી માટે કરી વોટની માગણી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક લગ્ન કંકોત્રીમાં મોદી પ્રેમ જોવા મળ્યો. યુવકે પોતાની કંકોત્રીમાં ચાંલ્લો સ્વીકારવાને બદલે એવી અપીલ કરી કે, ‘2019માં તમારો વોટ મોદીજી ને એ જ અમારો ઉપહાર છે.’

વાત છે, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વજેગઢ ગામની, જે ગામના યુવકે પોતાની કંકોત્રીમાં મોદીજીને વોટ આપવાની અપીલ કરી છે. યુવક અશોક ભાટીના લગ્ન 18 એપ્રિલના રોજ છે. અશોકનુ કહેવુ છે કે, મોદીજીના શાસનમાં દેશ આગળ વધ્યો છે. સામાન્ય માણસોની વાત હવે સરકાર સાંભળે છે. માટે ફરી એક વખત મોદીજીની જીત થાય તે માટે અશોકે પોતાની કંકોત્રીમાં આ છપાવ્યું છે.

 

READ  VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર

વધુમાં અશોક ભાટીએ કહ્યું કે, હું સામાન્ય માણસ છું, કરિયાણાની દુકાન ચલાવુ છું. પરંતુ ગુજરાતનું ગૌરવ દેશ અને દુનિયામાં પોતાનો અને ગુજરાતનો ડંકો વગાડે છે. ઉપરાંત અશોકે નોટબંધી અને જીએસટીને પણ આવકાર્યા હતાં.

મહત્વની વાત એ છે કે, અશોકભાઈ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ નથી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાના સ્થાનિક ઉમેદવારો વિશે કોઈપણ ટિપ્પણી ન કરતા તેનું કહેવુ છે કે, ‘આ મારો મોદી પ્રેમ છે.’અને મોદી શ્રેષ્ઠ વડાપ્રધાન હોવાનુ જણાવ્યું છે.

READ  આવી રહ્યું છે બજેટ, શું મળશે ભેટ? નાના વેપારીઓની શું છે આશાઓ? જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments