LUX COZI કંપનીનું ગંજી પહેરવું યુવકને પડ્યું ભારે, ભારતીય જાસૂસ સમજીને પાકિસ્તાની પોલીસે દબોચી લીધો

પાકિસ્તાન પોલીસે પંજાબ પ્રાંતમાંથી એક ભારતીય જાસૂસની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાની પોલીસ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ યુવક ભારતીય નાગરિક રાજુ લક્ષ્મી છે. જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાસૂસી કરતો હતો. તે બલુચિસ્તાન પ્રાંતથી ડેરા ગાઝી ખાન વિસ્તારમાં ફરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: વડોદરા: વિશ્વામિત્રી નદીનો ભીમનાથ બ્રિજ પાણીમાં ગરકાવ

પાકિસ્તાની પોલીસે ધરપકડ કરાયેલ શખ્સ સાથે લક્સ કોઝિ (LUX COZI) ગંજીનો ફોટો પણ જાહેર કર્યો છે. તેમાં મેડ ઇન ઇન્ડિયા લખ્યું છે. જેના પર પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે ધરપકડ કરાયેલ યુવક ભારતીય છે.

READ  રિપોર્ટ : બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન એકબીજા પર મિસાઇલ દાગીને તૈયાર હતા, જો અમેરિકા મધ્યસ્થી ન બન્યું હોત તો...


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જોકે, પાકિસ્તાનના આ દાવાનો ઇન્ટરનેટ પર લોકો મજાક ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે પાકિસ્તાને એક ગરીબ યુવાનની ધરપકડ કરી કારણ કે LUX COZI પહેર્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાધનપુરમાં પ્રચાર બાદ Honestમાં જમવા પહોંચેલા રેશમા પટેલના ભોજનમાં હતું જીવડું

લોકો કહે છે કે LUX COZI જોઇને પાકિસ્તાની પોલીસ સમજી ગઈ છે કે તે યુવક એક ભારતીય જાસૂસ છે. હવે ICJમાં જઈને પાકિસ્તાન લક્સ કોઝીના પુરાવા રજૂ કરશે.

આવામાં પાકિસ્તાની મીડિયા પણ તે યુવકને ભારતીય જાસૂસ કહેવાનું ચાલુ રાખ્યું છે. તેમનું કહેવું છે કે ભારત તેના જાસૂસને બલુચિસ્તાન મોકલી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની પોલીસે તેને પકડ્યો. પાકિસ્તાન હંમેશાં ભારતીય જાસૂસને પકડવાનો દાવો કરે છે અને નિર્દોષ લોકોને પકડીને હંમેશા હેરાન કરે છે.

READ  જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments