આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની હત્યાના કેસમાં પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી

અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામે દલિત યુવકની હત્યા કરી દેવાઈ હતી અને તે કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે.  દલિત યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા અને અભયમની સાથે પોલીસ સુરક્ષા લઈને તે વરમોર ગામે પોતાની પત્નીને લેવા ગયો હતો. આ સમયે મોડી સાંજે આવેલાં ટોળાએ આ દલિત યુવાનની હત્યા કરી દીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે 10,000નું ઈનામ આપનારા વ્યક્તિનો મેસેજ જે હત્યાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો તે યુવાનની પણ ધરપકડ કરી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બૂટલેગરે એવી જગ્યાએ દારુ છૂપાવ્યો હતો કે તમે વિચારી પણ ના શકો, જુઓ VIDEO

દલિત જિલ્લા સંગઠન દ્વારા પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરવામાં આવી છે. પોલીસે પહેલાં 3 આરોપીઓની ઝડપી લીધા હતા બાદમાં આજેપણ વધુ 3 આરોપીની ધરપકડ કરી છે.  ઉલ્લેખનીય છે કે પોલીસની અભયમ ગાડીમાં જ યુવકની હત્યા કરી દેવાઈ હતી.

આ પણ વાંચો:  ટીમ ઈન્ડિયાની વિશ્વ કપમાં હાર બાદ લતા મંગેશકરે કરી એવી વાત કે ધોની પડી ગયા છે ‘ધર્મ સંકટ’માં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  MBBS student hangs self in hostel, Patan

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments