ટીમ ઈન્ડિયાની વિશ્વ કપમાં હાર બાદ લતા મંગેશકરે કરી એવી વાત કે ધોની પડી ગયા છે ‘ધર્મ સંકટ’માં

ભારત ન્યૂઝીલેન્ડની સામે હાર્યું છે અને તે બાદ વિશ્વ કપમાંથી બહાર નીકળી ગયું છે. સોશિયલ મીડિયામાં એવી ખબરો વહેતી થઈ છે કે ધોની આ મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી શકે છે. ત્યારે લોકો દ્વારા એવી અપીલ કરવામાં આવી રહી છે ધોની હાલ સંન્યાસ ન લે. આમ ધોની આવો કોઈપણ નિર્ણય ના લઈ લે તે માટે સોશિયલ મીડિયામાં પણ લોકો અપીલ કરી રહ્યાં છે અને તેમાં લતા મંગેશકરે પણ અપીલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત

આ બધાની વચ્ચે લતા મંગેશકરે પણ ધોનીને લઈને ટ્વીટ કર્યું છે. તેમાં તેઓએ લખ્યું છે કે ધોની રિટાયર હોવા બાબતે હાલ ન વિચારે નહીં. બીજી ટ્વીટમાં પણ લતા મંગેશકરે લખ્યું કે નમસ્કાર એમએસ ધોનીજી, આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માગો છો. કૂપા કરીને આવું ન વિચારો. દેશને તમારા ખેલની જરુર છે અને મારી પણ એવી વિનંતી છે કે હાલ નિવૃત્તિનો વિચાર પણ તમારા મનમાં ન લાવશો.

લતા મંગેશકરે ભારતીય ટીમ માટે પણ એક ગીત પણ ટ્વીટના માધ્યમથી શેર કર્યું છે. આમ લતા મંગેશકરે ભાવુક થઈને સન્માનજનક રીતે ધોનીને નિવૃત્તિ લેવાની ના પાડી છે. તેમણે ભારતીય ટીમ માટે પણ એક જૂના ગીતનો વીડિયો શેર કર્યો છે.

READ  કોચિંગ કલાસમાં સંતોષકારક રીતે ન ભણાવતાં વિદ્યાર્થીએ ક્લાસ પર કર્યો કેસ, કોર્ટે આપ્યો ચોંકવાનારો ચુકાદો

 

[yop_poll id=”1″]

 

Andhra Pradesh: IT seizes Rs 33 crore cash from ashram of self-styled godman 'Kalki Bhagwan'| TV9

FB Comments