પાકિસ્તાનમાં આવેલાં પવિત્ર શીખ યાત્રાધામ કરતારપુર સાહિબ જશે મનમોહન સિંહ

'Unacceptable, Worrisome': Manmohan Singh Slams Govt on Declining GDP

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ જનારી પહેલી શીખ સમુદ્દાયની ટુકડીમાં સામેલ થશે. પાકિસ્તાન દ્વારા મનમોહન સિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેવી વાત પણ ચાલી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને આ શીખની પહેલી ટુકડી જે કરતારપુર જવાની છે તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે મનમોહન સિંહ દ્વારા આધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો મોદી સરકાર પર હુમલો, ઈકોનોમી સુધારવા આપી આ 3 ટીપ્સ

આ પણ વાંચો :  ભારતે 200 વર્ષ સુધી ત્રાસ સહન કર્યો, 45 ટ્રિલિયન ડોલર લઈ ગયા અંગ્રેજો: એસ. જયશંકર

9 નવેમ્બરના રોજ પહેલી શીખ શ્રદ્ધાળુઓની ટુકડી કરતારપુર સાહિબ ખાતે જવા રવાના થશે. જેમાં પંજાબના મુખ્યમંત્રી આગેવાની લેશે. મનમોહન સિંહ પણ તેમની સાથે ગુરુદ્વારા જશે. તેઓ સુલ્તાનપુર લોધી ખાતે યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

READ  પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ બન્યા, ભાજપે વિરોધમાં ઉમેદવાર ન ઉતાર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુરુવારના રોજ કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ ગુરુનાનકના 550માં પ્રકાશપર્વમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. પંજાબ સરકારના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે બંનેએ આ આમંત્રણને સ્વીકારી લીધું છે. જો કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્વારા આ આમંત્રણને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

READ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ સ્ટાર પ્રચારકોના ધાડા ઉતારીને કરશે 500 જનસભાઓ, ભાજપને જવાબ આપવા આઈટી સેલ પણ તૈયાર

 

Oops, something went wrong.
FB Comments