2019ની છેલ્લી “મન કી બાત”માં PM મોદીએ દેશવાસીઓને શું કહ્યું?, જાણો સંબોધનની 10 વાત

mann-ki-baat-pm-narendra-modi-address-nation-radio-modi-mann-ki-baat

પીએમ મોદી 2019ના વર્ષની છેલ્લી મન કી બાત ભારતના લોકો સાથે કરી હતી. આ વખતે પીએમ મોદીએ ખાસ કરીને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને અમુક સૂચનો તેમને આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   આજે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે હેમંત સોરેન, રાંચીમાં ભવ્ય આયોજન

જાણો ક્યાં ક્યાં મુદા પર પીએમ મોદીએ કરી વાત

1. પીએમ મોદીએ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશવા લઈને તમામને શુભકામનાઓ પાઠવી.
2. જે લોકોનો જન્મ 21મી સદીમાં થયો છે તેઓ દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા નિભાવશે.
3. હવેની આ પેઢી એ સોશિયલ મીડિયાની પેઢી છે અને તે વાત લોકોના મગજમાં બેસી ગયી છે.

READ  કાયદાનું ઉલ્લંઘન: તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણીનો VIDEO વાઈરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. આજના યુવાનો સિસ્ટમને પસંદ કરે છે અને જો સિસ્ટમમાં ઉત્તર ના મળે તો તેઓ સિસ્ટમની સામે સવાલ પણ કરે છે હું આ બાબતને સારી માનું છું.
5. આજના યુવાનોને અરાજકતા, અવ્યવસ્થા, અસ્થિરતા, પરિવારવાદ, જાતિવાદ, સ્ત્રી-પુરુષનો ભેદ વગેરે પસંદ નથી.
6. દેશવાસીઓને કચ્છના રણોત્સવ અને કન્યાકુમારી ખાતેના વિવેકાનંદ મેમોરિયલ ખાતે જવાની અપીલ તેઓએ કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

7. આ સિવાય કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ પુરો કર્યા બાદ એલ્યુમિનિ મીટ કરવા તરફ સૂચન કર્યું હતું અને તેઓએ આ એલ્યુમિનિ મીટથી કેવી રીતે દેશમાં લોકોની મદદ થઈ શકે તે અંગે ઉદાહરણો પણ આપ્યા.
8. ભારતમાં જે સ્થાનિક વસ્તુઓ છે તેને ખરીદવાની અપીલ પણ પીએમ મોદીએ કરી જેના લીધે દેશમાં સમુદ્ધી આવી શકે.

9. તેઓએ કહ્યું કે આપણે એવો સંકલ્પ કેમ ના લઈ શકીએ કે ઓછામાં ઓછા બે-ત્રણ વર્ષ સ્થાનિક ઉત્પાદનની વસ્તુઓની ખરીદી કરીએ? તેઓએ કહ્યું કે હું આ લાંબા સમય માટે કહેતો નથી, માત્ર 2022 સુધી જ્યારે આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે.
10. દેશના સાંસદો અને સંસદ વિશે પણ પીએમ મોદીએ વાત કરતાં કહ્યું કે એક વિક્રમ દેશની સંસદ પણ બનાવી દીધો છે. તેઓએ કહ્યું કે 60 વર્ષમાં જોવા જઈએ તો છેલ્લા 6 મહિનામાં 17મી લોકસભામાં સસંદમાં ખાસ્સું કામ થયું. લોકસભાએ 114 ટકા તો રાજ્યસભાએ 94 ટકા કામ કર્યું.

READ  LIVE: વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'ની શરૂઆત લતા મંગેશકરજીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી કરી

 

Oops, something went wrong.
FB Comments