રાજકોટમાં HFMD વાયરસની ચપેટમાં બાળકો, જાણો બચવા માટે શું કરવું જોઈએ?

રાજકોટ શહેરમાં બાળકોમાં ચેપી રોગ વકરી રહ્યો છે.   હેન્ડ ફુડ માઉથ ડિસીઝ નામનાં વાયરસને કારણે અનેક વિસ્તારમાં બાળકો આ રોગની ઝપટમાં આવી ગયા છે. હજારોની સંખ્યામાં બાળકોમાં આ વાયરસ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

આ પણ વાંચો:   જો તમે SBI ના ગ્રાહક છો, તો તમને મળશે મોટી ભેટ!

વરસાદી વાતાવરણ અને તંત્રની નિષ્ક્રીયતાને કારણે હવે બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. શહેરનાં 21 આરોગ્ય કેન્દ્રો અને 340 જેટલી આંગણવાડી કેન્દ્રો પર આ પ્રકારનાં રોગનાં બાળકોમાં લક્ષણો જણાય તો નિ:શુલ્ક દવા આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  રોગની ગંભીરતાને ધ્યાને લઇને મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગે ઇન્ડીયન પિડીયાટ્રીક એસોસિએશનની મદદ પણ લીધી છે. આમ વરસાદી માહોલ અને વાતાવરણના લીધે ફરીથી આ રોગોએ દેખાડો દીધો છે. ટૂંકમાં HFMDનો અર્થમાં સમજીએ તો H એટલે Hand જેનો અર્થ હાથ થાય છે.  Fનો અર્થ Foot થાય છે એટલે કે પગમાં પણ આ વાયરસની અસર દેખાય છે અને Mનો અર્થ Mouth- મોઢું થાય જેમાં બાળકોને ચાંદા પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણું ગુજરાત કેટલું તૈયાર? જુઓ VIDEO

 

શું કરવું જોઈએ આ રોગથી બચવા માટે તેને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરવામા આવી છે.  

1.  કોઈ ચોક્કસ સારવાર નથી પણ રોગના લક્ષણોના આધારે તબીબો સારવાર આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

2.  ફોલ્લા થાય તે શરીરના ભાગે સ્વચ્છતા રાખવી ખાસ જરુરી છે.

READ  કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

3.  બાળકને  વધારે માત્રામા પ્રવાહી-જ્યૂસ આપવામાં આવે જેના લીધે

4.  ગળામાં ચાંદા હોય ત્યારે સાદો ખોરાક આપવો.

5.  બાળકન સાજું થયા બાદ પણ તેમને યોગ્ય રીતે આરામ થાય તેનું ધ્યાન રાખવું.

6.  સ્કૂલમાં કે ઘરે બાળકોને ચેપ ન લાગે તે માટે સારી રીતે સફાઈ રાખવી. જેના લીધે અન્ય લોકો તેનો ભોગ ના  બને.

READ  વર્ષ 2020-21ના બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાતને આપી આ ખાસ ભેટ

7. વિદ્યાર્થીઓ,નાના બાળકો, પોતાના હાથ સાબુ-હેન્ડ વોશ લિક્વીડથી ધોએ તેને લઈને ખાસ ધ્યાન રાખવું.

 

Oops, something went wrong.
FB Comments