અરુણ જેટલીની તબિયત લથડી, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી તબિયત વધારે લથડી હોવાના સમાચાર મળી રહ્યાં છે. 66 વર્ષીય અરુણ જેટલીને ECMO અને IABP સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ-કાશ્મીરની સરકારી કચેરી પર હવે તિરંગો લહેરાયો, અગાઉ એક સાથે બે ધ્વજ રાખવામાં આવતા હતા

શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી 9 ઓગસ્ટના રોજ અરુણ જેટલીને એઈમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા અરુણ જેટલીની તબિયતને લઈને અત્યાર સુધીમાં કોઈ જ હેલ્થ બુલેટિન જાહેર કર્યું નથી. અરુણ જેટલીને મળવા સતત વિવિધ પાર્ટીઓના નેતાઓ પહોંચી રહ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં મોહન ભાગવત, અરવિંદ કેજરીવાલ, સ્મૃતિ ઈરાની, રામવિલાસ પાસવાન અને રાજનાથસિંહ સાથે અમિત શાહ મળવા પહોંચ્યા હતા.

READ  ઋષિ કપૂરે વડાપ્રધાન મોદી, સ્મૃતિ ઈરાનીને કરી વિનંતી, કહ્યું કે દેશ માટે આ મુદ્દા પર કરો કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અરુણ જેટલી એક સિનિયર વકીલ છે અને મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ખરાબ સ્વાસ્થ્યના લીધે અરુણ જેટલીએ 2019ના લોકસભાની ચૂંટણી લડી નહોતી. તેઓ વિત્ત મંત્રી હોવા છતાં તેમની તબિયત લથડી પડવાથી પિયૂષ ગોયલને વિત્ત મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. વજન વધવાને તેઓએ બૈરિએટ્રિક સર્જરી પણ કરાવી હતી.

READ  દુનિયાના એવા 14 પ્રદેશો કે જેને અંગ્રજોથી આજ દિન સુધી નથી મળી આઝાદી! જાણો કયા-કયા છે આ પ્રદેશ

 

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.

 

FB Comments