ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘ક્યાર’ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાવાઝોડુ પ્રતિ કલાકે 13 કિ.મી.ની ઝડપે પશ્ચિમ, ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું મુંબઈથી 520 કિમી દૂર છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે કયાર વાવાઝોડુ આજે વધુ મજબુત બનીને સુપર સાયક્લોનિકમાં પરિવર્તીત થશે. વાતાવરણમાં પલટા વચ્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માવઠાંથી લઈ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યા છે.

READ  ઉનાળે ફાટ્યું વાદળઃ અમરેલીમાં વરસાદની સાથે સૌરાષ્ટ્રના પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, આ જિલ્લાઓમાં પણ ઝાપટાં પડ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વર્લ્ડ રેકોર્ડ વાળી દિવાળી, 5.51 લાખ દીવડાઓથી રોશન થઈ અયોધ્યા નગરી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

 

FB Comments