કેરળના મરદૂમાં આલ્ફા સરેન અને હોલી ફેથ નામની બિલ્ડીંગને જમીનદોસ્ત કરાઈ

સુપ્રીમ કોર્ટના આદેશથી કેરળના મરદૂ વિસ્તારમાં આવેલી આલ્ફા સરેન અને હોલી ફેથ નામની બિલ્ડીંગને જમીનદોસ્ત કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે, આ બંને ઈમારતોનું બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હતું. જેથી સુપ્રીમ કોર્ટે તેને ધરાશાયી કરવાનો આદેશ કર્યો હતો. જો ઈમારતની વાત કરીએ તો 18 માળની હોલી ફેથ ઇમારતમાં 90 ફ્લેટ હતા. જ્યારે આલ્ફા સરેનમાં 73 જેટલા ફ્લેટ હતા. આ બંને ઇમારતોમાં કુલ 240 જેટલા પરિવારો વસવાટ કરતા હતા.

READ  લોકસભા ચૂંટણી 2019: વાયનાડ સીટ પર રાહુલ ગાંધીની સામે ટકરાશે આ નેતા અમિતશાહે કરી જાહેરાત

આ પણ વાંચોઃ જૂનાગઢમાં દીપડાનો વીડિયો વાયરલ! ગીરના જંગલમાં રસ્તો રોકીને ઉભેલા દીપડાનો જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઇમારત જમીન દોસ્ત કરવા માટે 800 કિલો જેટલા વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરાયો હતો. અને બ્લાસ્ટના પગલે કોઇ જાનહાની કે નુકસાન ન થાય તે માટે આ વિસ્તારમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. જોકે, બ્લાસ્ટથી નુકસાન ન થાય તે માટે આસપાસના રહીશોને ઘરના બારી બારણાં અને વીજ ઉપકરણો બંધ રાખવાની સૂચના આપવામં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, ગેરકાયદે બાંધકામ સામે તંત્રની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

READ  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments