ભાજપને એક તરફ જંગી બહુમત મળ્યો અને બીજી તરફ શેર બજારમાં તેજી જોવા મળી, છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઉછાળો

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમા ભાજપને ઐતિહાસિક વિજયની સાથે પ્રચંડ બહુમતી મળી છે. ભાજપના આ વિજય ઉત્સવની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. આ અઠવાડિયાના ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સમાં છેલ્લા બે મહિનાનો આ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

 

દિવસ દરમિયાન સેન્સેક્સ 39,476 પોઇન્ટ ઉપર ગયો અને નીચામાં 38,824.26 પોઈન્ટ્સની રેન્જમાં રહ્યા બાદ 623 પોઈન્ટ્સ એટલે કે 1.61% ના વધારા સાથે 39,434 પોઈન્ટ્સની સપાટી પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 11,859ની ઉપલી સપાટીથી નીચામાં 11,658 પોઈન્ટ્સ વચ્ચે રહ્યા બાદ 187 પોઈન્ટ્સ એટલે કે 1.60% વધી 11,844 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

 

 

શુક્રવારે રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, મેટલ, ઓટો, બેન્ક તેમજ પાવર શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ અનુક્રમે 2.01% અને 2.42% વધારો જોવા મળ્યો હતો.

 

Waterborne diseases break out in Ahmedabad; 1500 cases reported in last 15 days | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk13

Read Previous

તમારી રાશિ મુજબ આ રત્ન ધારણ કર્યા પછી થશે જીવનમાં ફેરફારની શરૂઆત, પણ કેટલીક બાબતોનું રાખવું પડશે ધ્યાન

Read Next

લોકસભા બેઠક અમરેલીથી હાર બાદ પરેશ ધાનાણીના TWEET શરૂ કર્યો વિવાદ, ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કુવિચારો ભર્યા છે

WhatsApp પર સમાચાર