મસૂદ અઝહર બન્યો વૈશ્વિક આતંકી તો શિવસેનાએ વડાપ્રધાનના કર્યા વખાણ

શિવસેનાએ તેમના મુખપત્ર ‘સામના’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મસૂદ અઝહરને UN દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવા પર શિવસેનાએ કહ્યું કે પહેલા પાકિસ્તાનને મજબુર કરી દીધુ અને હવે પાકિસ્તાનની મદદ કરવાવાળા ચીનની કમર તોડી દીધી છે.

પત્રમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરાવીને સાબિત કરી દીધુ કે ‘મોદી હે તો મુમકિન હે’. વડાપ્રધાન મોદી માટે કઈ પણ અસંભવ નથી. તે વાત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવીને વડાપ્રધાને સાબિત કરી દીધી છે.

 

READ  VIDEO: ગુજરાત ક્યાં વિસ્તારોમાં કેટલાં ટકા વરસાદ? જાણો જળાશયોની સ્થિતિ

મસૂદ અઝહર દેશનો એક નંબરનો દુશ્મન છે. તે પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનનો પ્રમુખ છે. કાશ્મીરની આતંકવાદી ગતિવિધીઓમાં, મુંબઈના 26/11 હુમલામાં પણ તે સામેલ હતો.

મસૂદ અઝહર દેશમાં અસ્થિરતા પેદા કરે છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીનને માનવો પડ્યો છે. આ ભારતની કૂટનીતિક જીત છે. વિપક્ષ પર હુમલો કરતા શિવસેનાએ કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદનું સમર્થન ચીન નથી કરી શક્યુ. તે વડાપ્રધાન મોદીના કારણે સંભવ થયું છે.

READ  VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

આ પણ વાંચો: ‘ફેની’ વાવાઝોડાને લઈને હાઈ-એલર્ટ, સ્કુલ અને કોલેજો બંધ

શિવસેનાએ કહ્યું કે દાઉદ, હાફિજ અને મસૂદ આપણાં દેશના ગુનેગારો છે. તેમને ઘસડીને લાવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ જાહેર કર્યુ કે આ તો શરૂઆત છે, આગળ જુઓ શુ થાય છ?

 

Top News Headlines @ 2 PM : 08-07-2019 | Tv9GujaratiNews

FB Comments