UN બેઠક પહેલા અમેરીકાએ ચીનને આપી કડક ચેતવણી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરો

પુલવામા આતંકી હુમલાનો આરોપી મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે ભારત પુરા પ્રયત્નો કરી રહ્યું છે. આજે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતીની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવે કે નહી.

અમેરીકા પણ આ મામલે ભારતની સાથે છે. અમેરીકા તરફથી કહેવામાં આવ્યું છે કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવો જોઈએ. ભારત-અમેરીકા સાથે મળીને કામ કરી રહ્યાં છે. જૈશ એ મોહમ્મદના આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો છે અને મસૂદ અઝહર તેનો પ્રમુખ છે. ત્યારે તેને પણ આતંકી જાહેર કરવો જોઈએ. મસૂદ અઝહર ભારતીય ઉપખંડમાં શાંતિ જાળવી રાખવા માટે જોખમ છે. અમેરીકાના વિદેશ વિભાગના પ્રવકતા રોબર્ટે કહ્યું કે અમેરીકા અને ચીન એક વાત પર સહમત છે કે આ પ્રદેશમાં શાંતિ રહેવી જોઈએ. જો જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનનો પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ નથી લાગતો તો શાંતિનું મિશન નિષ્ફળ થઈ શકે છે.

 

READ  ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ 'ટોટલ ધમાલ'ની ટીમે શહીદ જવાનોને કરી મદદ, પાકિસ્તાનમાં પણ ફિલ્મ રિલીઝ ન થાય 

 

ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે હાલ અમેરીકામાં છે અને તેમને USના વિદેશ મંત્રીની મુલાકાત લીધી હતી. મસૂદ અઝહરના મામલાને લઈને ભારત ખુબ કડક વલણ ધરાવે છે, તે કારણે અમેરીકા સાથે રહીને UNSCમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પહેલા પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો પણ દર વખતે ચીન તેના વીટો પાવરનો ઉપયોગ કરીને રોકતુ હતુ. હવે પુલવામા આતંકી હુમલા પછી એક વાર ફરી મસૂદ અઝહરની વિરૂધ્ધ અમેરીકા, ફ્રાંસ, બ્રિટન, ફરીથી પ્રસ્તાવ લાવ્યા છે.

READ  VIDEO: જો તમે રસ્તા પર ચાલતા જતા ફોન પર વાત કરી રહ્યાં છો તો ચેતી જજો, આ ઘટના તમારી સાથે પણ બની શકે છે

Ahmedabad: One more complaint filed against Dhanji Ode (Dhabudi Mata) | TV9GujaratiNews

FB Comments