મસૂદ પર ઘાતક પ્રહાર, ભારતને વધુ લોહીલુહાણ કરવાના કારસા પર હવાઈ હુમલો, જૈશનો સૌથી મોટા આતંકી ટ્રેનિંગ કૅમ્પ તબાહ, મસૂદનો સાળો ચલાવતો હતો કૅમ્પ, જૈશના અનેક સીનિયર કમાન્ડો માર્યા ગયા

ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલી ઍર સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદના અનેક સીનિયર કમાન્ડર ઠાર કરાયા છે. વાયુસેનાએ જૈશનો સૌથી મોટો આતંકી કૅમ્પ નષ્ટ કર્યો છે.

 

વિદેશ સચિવ વિજય ગોખલેએ વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેના બાલાકોટમાં આવેલા આતંકીઓનો જે સૌથી મોટા આતંકી કૅમ્પને તબાહ કર્યો, તે જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવી રહ્યો હતો. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં મસૂદનો સાળો માર્યો ગયો છે કે કેમ, તેની પુષ્ટિ નથી થઈ. સરકારે એ પણ નથી જણાવ્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા ગયા છે.

READ  ગૃહ પ્રધાનની ગર્જના, ‘અમેરિકાને પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારવામાં અઢી વર્ષ લાગ્યા, ભારત આટલો સમય નહીં લગાવે, હવે FINAL FIGHT થશે, બસ થોડીક રાહ જુઓ’

વિજય ગોખલેએ જણાવ્યું કે આ ઑપરેશન ગુપ્તચર બાતમીના આધારે ચલાવવામાં આવ્યું. ભારતે પુરતી માહિતી મળ્યા બાદ જ જૈશ એ મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કૅમ્પ પર હુમલો કર્યો અને આ વાતનો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો કે સર્જિકલ સ્ટ્રાઇકથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન પહોંચે.

ગુપ્તચર એજંસીઓને માહિતી મળી છે કે જૈશ એ મોહમ્મદ પુલવામા આતંકી હુમલા બાદ પણ ભારતના વિવિધ ભાગોમાં વધુ આત્મઘાતી હુમલો કરાવવાની વેતરણમાં છે. સચોટ માહિતી મળ્યા બાદ આ પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઇક મહત્વની બની ગઈ હતી. ગુપ્તચર ઇનપુટ્સ વહેલી સવારે મળ્યા હતા અને ત્યાર બાદ વાયુસેનાએ આ ઑપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો.

READ  પુલવામા આતંકી હુમલાથી દ્રવી ઉઠ્યાં કોમળ હૃદયી સંત મોરારી બાપુ, શહીદ જવાનોને કંઇક આ રીતે કરી સલામ

બાલાકોટમાં જૈશના જે સૌથી મોટા આતંકી કૅમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો, તે ગાઢ જંગલમાં એક હિલટૉપ પર આવેલુ હતું.

[yop_poll id=1820]

Govt bans e-cigarettes, announces bonus for railway staff | Tv9GujaratiNews

FB Comments