કોંગ્રેસમાં રાહુલ ગાંધી પહેલા મોટી સંખ્યામાં રાજીનામા પડ્યા, દીપક બાબરિયાએ પણ પણ આપ્યું રાજીનામું

તો ગુજરાતના નેતાઓના રાજીનામાની માગની રજૂઆત સાથે ઓલ ઈન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ રાજીનામું આપી દીધું છે. દીપક બાબરિયાનું કહેવું છે કે, રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર મક્કમ છે. આવા સંજોગોમાં હારની જવાબદારી માત્ર રાહુલ ગાંધી પુરતી સિમિત નથી. આ સામૂહિક જવાબદારી છે. બાબરિયાએ એવો પણ મત વ્યક્ત કર્યો છે કે, સંગઠનમાં જવાબદાર તમામ હોદ્દેદારોએ જવાબદારી સ્વીકારી રાજીનામા આપવા જોઈએ.

READ  અંકલેશ્વરમાં દેશીદારૂની મીની ફેકટરીઓ પર પોલીસના દરોડા, સળેલા ગોળમાંથી બનતો હતો ભઠ્ઠીનો દારૂ

આ પણ વાંચોઃ પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો ફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દીપક બાબરિયાએ એવો આક્ષેપ પણ લગાવ્યો છે કે, પક્ષમાં સ્થાપિત હિતો પક્ષની વિચારધારા ભૂલી ગયા છે. પક્ષની વિચારધારા મુજબ આગળ વધવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો થયા નથી. ગુજરાતમાંથી બીજા આગેવાનો પણ રાજીનામા આપે, તેવી સલાહ દીપક બાબરિયાએ આપી છે. સાથે જ દાવો કર્યો છે કે, કોંગ્રેસ પક્ષના નેતાઓ જે દિશામાં જવું જોઈએ, તે માટે તત્પર રહેતા નથી. તેને લઈને રાહુલ ગાંધી નારાજ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments