• March 24, 2019

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો એટલો ઉગ્ર વિરોધ કે, ફ્રાન્સમાં સરકારે ઇમરજન્સી લાગુ કરવી પડે તેવી સ્થિતિ

France_Tv9

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ક્રૂડ ઓઈલના ભાવ વધારા મુદ્દે ઉગ્ર દેખાવ થયા હતા. જેના કારણે પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પ્રદર્શનકર્તાઓએ પેરિસના સેન્ટરમાં એકત્ર થયાં હતા અને પોલીસ પાસેથી રાફલ્સ છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી રાયોટ સ્ક્વોટ સાથે ઘર્ષણ કર્યું અને આસપાસ ઉભેલી કાર સળગાવી દીધી હતી.

કોણ કરી રહ્યું છે વિરોધ ? 

વિવિધ વિસ્તારોમાં અને મુખ્યત્વે શાન્ઝ એલિસે વિસ્તાર જ્યાં રાષ્ટ્રપતિ કાર્યલય આવ્યું છે ત્યાં યલો વેસ્ટ દેખાવકારોએ ફ્રાન્સ ગવર્મેન્ટ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શનિવારે શરૂ થયેલા વિરોધ પ્રદર્શન રવિવારે અને સોમવારે પણ યથાવત રહ્યા હતા. અંદાજિત 1 લાખથી પણ વધુ લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

france_tv9
ફ્રાન્સની રાજધાની પેરિસમાં ક્રૂડ ઓઈલના ભાવ વધારા મુદ્દે ઉગ્ર દેખાવ

આ મામલે રવિવારે સરકારના પ્રવક્તા બેન્જામિન ગ્રિવોએ દેશમાં બગડતી જતી સ્થિતિને જોઇને ટૂંક સમયમાં ઇમરજન્સી લાગુ કરવાની જાહેરાતના સંકેત આપ્યા છે. જે જોતાં સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી પોલીસ દળને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથિરીયાને આખરે સુરતથી પણ મળી મોટી રાહત, શરતી જામીન મંજૂર

અત્રે નોંધનીય છે કે, નવેમ્બર મહિનાથી યલો વેસ્ટ દેખાવકારો ફ્રાન્સ સરકાર અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે પેરિસમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ફ્રાન્સના ઇતિહાસમાં આ સૌથી હિંસક અને અત્યંત ખરાબ વિરોધ છે. દેખાવકારોએ તાજેતરમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ વધારાનો હિંસક વિરોધ કર્યો હતો.

France-1_tv9
શાન્ઝ એલિસે વિસ્તાર જ્યાં રાષ્ટ્રપતિ કાર્યલય આવ્યું છે ત્યાં યલો વેસ્ટ દેખાવકારોએ ફ્રાન્સ ગવર્મેન્ટ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, આ ક્રાંતિની શરૂઆત છે અને લોકો સામૂહિક હડતાળો થશે. 1968માં સિવિલ વૉર સમયે જે પ્રકારે યુનિવર્સિટીઝ અને ફેક્ટરીઓ પર કબ્જો કરી લેવામાં આવ્યો હતો તેનું પુનરાવર્તન થશે. પ્રદર્શનના બીજાં અઠવાડિયે અંદાજિત 5,000 જેટલાં દેખાવકારોએ પેરિસમાં ઠેર-ઠેર આગ લગાવી હતી અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.

France-2_tv9
યલો વેસ્ટ ફ્યૂઅલ પ્રાઇઝ દેખાવકારોએ ગત નવેમ્બરમાં શાન્ઝ એલિસેમાં દેખાવો કર્યા હતા

યલો વેસ્ટ ફ્યૂઅલ પ્રાઇઝ દેખાવકારોએ ગત નવેમ્બરમાં શાન્ઝ એલિસેમાં દેખાવો કર્યા હતા. આ અઠવાડિયે આર્ક ડી ટ્રાયમ્ફની નજીક એવન્યૂ ફોક ખાતે હજારોની સંખ્યામાં લોકોએ એકઠાં થઇ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ એ વિસ્તારો છે જેમાં મોટી સંખ્યામાં એમ્બેસડરોના મકાનો, લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટ્સ આવેલા છે. દેખાવકારોની સાથે સાથે ભીડમાં ગુનેગારો પણ ભળ્યા હતા અને આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ સામે આવી છે.

france-1_tv9
દેખાવકારોની સાથે સાથે ભીડમાં ગુનેગારો પણ ભળ્યા હતા અને આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ સામે આવી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, દેખાવકારો તેઓના વિરોધ માટે જવાબદાર છે અને તેઓને આની સજા પણ થશે. તેમજ તેમણે કહ્યું, પ્રદર્શન દરમિયાન ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સ રાષ્ટ્રપ્રમુખે વિરોધ પ્રદર્શનને જોતાં ઇમરજન્સી ગવર્મેન્ટ મીટિંગનું આયોજન કર્યુ છે. મેક્રોન હાલ G-20 સમિટમાં છે, તેઓએ અહીંથી જ સ્થાનિક ગવર્મેન્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

[yop_poll id=”108″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Junagadh: Supporters of BJP's Rajesh Chudasma demand LS polls ticket for him- Tv9

FB Comments

Hits: 334

TV9 Web Desk6

Read Previous

રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથિરીયાને આખરે સુરતથી પણ મળી મોટી રાહત, શરતી જામીન મંજૂર

Read Next

16 ડિસેમ્બરે લેવાશે LRDની પરીક્ષા ? જાણો વાયરલ મેસેજનું સત્ય ખુદ ભરતી બોર્ડના અધ્યક્ષ પાસેથી જ

WhatsApp chat