લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદ રાહુલ ગાંધીના પ્રશ્ન પર થયો હોબાળો, સાંસદો આવ્યા આમને-સામને

Massive uproar in Lok Sabha over Rahul Gandhi's 'danda' remark

લોકસભામાં પ્રશ્નકાળા દરમિયાન હંગામો મચી ગયો. સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એક પ્રશ્નનો ઉત્તર દેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદનની નિંદા કરી. જે બાદ કોંગ્રેસના સાંસદો ઉકળી ઉઠ્યા. કોંગ્રેસના સાંસદોએ હર્ષવર્ધનનો વિરોધ નોંધાવ્યો. અને વિરોધ નોંધાવતા નોંધાવતા તેઓ પ્રધાનની સીટ સુધી પહોંચી ગયા. એક સમયે વાત હાથાપાઇના પ્રયાસ સુધી આવી ગઇ હતી. જો કે વિવાદ વધતો જોઇ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી.

READ  VIDEO: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવતીકાલે નર્મદા નીરના કરશે વધામણા

આ પણ વાંચોઃ  શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક

પ્રશ્નકાળ દરમિયાન ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મેડીકલ કોલેજોની સ્થાપના સંબંધિત પ્રશ્ન પૂછવા અનુમતિ આપી. જેનો જવાબ આપવાને બદલે સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન રાહુલ ગાંધીના પીએમ પરના નિવેદનની નિંદા કરવા લાગ્યા. હર્ષ વર્ધને કહ્યું કે રાહુલ ગાંધીના પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તેમના નિવેદનનો ઉલ્લેખ કરવા માગીશ. અને રાહુલનું નિવેદન વાંચીને તેની નિંદા કરવા લાગ્યા. જેથી તમિલનાડુથી કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોર સત્તાપક્ષની આગળની રો સુધી પહોંચી ગઇ. અને બીજી રોમાં જવાબ આપી રહેલા હર્ષવર્ધનની સામે પહોંચીને હાથ બતાવીને વિરોધ કરવા લાગ્યા. આ દરમિયાન ભાજપના સાંસદ બ્રજભૂષણ શરણસિંહ, અર્જુન મેઘવાલ, સ્મૃતિ ઇરાની સહિતના પ્રધાનો પણ ત્યાં પહોંચી ગયા અને કોંગી સાંસદને રોક્યાં હતા.

READ  મહારાષ્ટ્રનો મહાસંગ્રામઃ Tv9-C Voterના સરવેમાં જાણો કોને મળી રહી છે કેટલી બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments