ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આજનો મુકાબલો રહેશે રોમાંચક, આ કારણને લીધે મેચ રદ થઈ શકે

વિશ્વ કપમાં ભારતીય ટીમે દમદાર શરૂઆત કરીને સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સામે વિજય મેળવ્યો છે. ત્યારે હવે આજે ભારતીય ટીમ ટ્રેન્ડ બ્રિજમાં ન્યૂઝીલેન્ડની સામે ટકરાશે. આ મેચમાં વરસાદ પડવાની શક્યતાઓ વધુ રહેલી છે.

હાલમાં ન્યૂઝીલેન્ડ તેમની 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે. ત્યારે ભારતીય ટીમ 2 મેચ જીતીને ચોથા સ્થાન પર છે. અત્યાર સુધી વિશ્વ કપમાં વરસાદને કારણે 3 મેચ રદ થઈ ચૂકી છે. જેને જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સમાં પણ ચિંતા છે કે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં યોજાનારા આ મુકાબલામાં વાતાવરણ અને પિચનો મિજાજ કેવો રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાતાવરણ મુજબ ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના 90 ટકા છે. ત્યારે તાપમાન 10-12 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જો વરસાદના કારણે બંને ટીમોની વચ્ચે મેચ રદ થશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનારી ટીમના બોલર્સને પિચની મદદ મળી શકે છે. સ્ટેડિયમ નાનું હોવાને લીધે દર્શકોને વધારે સિક્સર અને ફોર જોવા મળશે. હવે જોવું એ રહેશે કે આ મુકાબલામાં કઈ ટીમ વિજય મેળવે છે અને તેમની ટીમનો વિજય રથ આગળ વધારે છે.

આ પણ વાંચો: VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

 

Residents face waterlogging woes, Ahmedabad| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

Read Next

મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપનાવ્યું કડક વલણ, મંત્રીઓને કડક સુચના આપતા શું કહ્યું?

WhatsApp પર સમાચાર