બુબા-બબુઆએ રાંધી લીધી રાજકીય ખિચડી, હાથનો છોડ્યો હાથ, બાકીનાને આપ્યું ચિલ્લર !

ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપીએ લોકસભા ચૂંટણી 2019માં ગઠબંધન કરી લીધું છે.

લખનઉમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં માયાવતી અને અખિલેશ.
લખનઉમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં માયાવતી અને અખિલેશ.

બીએસપી સુપ્રીમો માયાવતી અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી અને લોકસભા ચૂંટણી 2019 સાથે મળીને લડવાની જાહેરાત કરી.

ગઠબંધન અંગે થયેલી સમજૂતી મુજબ ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી બીએસપી અને એસપી 38-38 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે રાહુલ ગાંધીની અમેઠી અને સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પર એસપી-બીએસપી તરફથી કોઈ ઉમેદવાર ઉતારવામાં નહીં આવે. આ બંને બેઠછકો કૉંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. આ ઉપરાંત એસપી-બીએસપીએ ગઠબંધનમાં સામેલ અજિત સિંહના પક્ષ આરએલડી માટે માત્ર 2 બેઠકો છોડી છે.

કર્ણાટકમાં એચચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળેલી વિપક્ષી એકતાની તસવીર
કર્ણાટકમાં એચચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળેલી વિપક્ષી એકતાની તસવીર

આ સાથે જ યૂપીમાં ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની કવાયત પર શંકા અને સંકટના વાદળો ઘેરાઈ ગયાં છે, કારણ કે એસપી-બીએસપીએ યૂપીમાં લગભગ એકલા હાથે ચૂંટણી લડવાનો જે રીતે નિર્ણય કર્યો છે, તેનાથી કૉંગ્રેસ રાજી નહીં થાય અને આરએલડી કે જે 6 બેઠકો માંગી રહ્યુ હતું, તે પણ કદાચ ગઠબંધનનો ભાગ નહીં રહે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં માયાવતીએ તો કૉંગ્રેસની રીતસરની સરાજાહેર ટીકા કરી અને કહ્યું કે કૉંગ્રેસને સાથ રાખવાથી કોઈ ફાયદો નથી થતો. તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના રાજમાં વધુ કૌભાંડો થાય છે.

શું બોલ્યા માયાવતી ?

એસપી-બીએસપીનું આ ગઠબંધન લાંબુ ચાલશે. યૂપી વિધાનસભા ચૂંટણી સુધી આ ગઠબંધન ચાલુ રહેશે.

એસપી0બીએસપી બંને મળીને ભાજપના અત્યાચારોનો મુકાબલો કરશે. ભાજપે યૂપીને જાતિ પ્રદેશ બનાવી દિધો.

જો ભાજપે અગાઉની જેમ ઈવીએમમાં ગરબડ ન કરી અને રામ મંદિર જેવા ધાર્મિક મુદ્દાઓ ન ભડકાવ્યાં, તો બીજેપી એન્ડ કંપનીને અમે ચોક્કસ સત્તામાં આવતા રોકીશું.

કૉંગ્રેસ અને ભાજપ બંનેની એક જ નીતિ, કૉંગ્રેસે દેશમાં ઇમર્જન્સી લગાવી, બોફોર્સમાં કૉંગ્રેસની સરાર ગઈ, રાફેલમાં ભાજપની સરકાર જશે.

કૉંગ્રેસના શાસનમાં સૌથી વધુ કૌભાંડો થયા. કૉંગ્રેસની સાથે લડવાથી અમને કોઈ ફાયદો નથી મળતો.

શું બોલ્યા અખિલેશ ?

એસપીના તમામ કાર્યકરો સમજી લે કે માયાવતીજીનું અપમાન મારું અપમાન છે. ભારત માતાનો કોઈ પણ દિકરો જો આવું કરે છે, તો તે ખોટું છે.

ઈજાગ્રસ્ત લોકોના ઇલાજથી પહેલા આજે તેમની જાતિ પૂછવામાં આવી રહી છે, ધર્મના નામે ભાજપ સમાજમાં નફરત વધારી રહ્યો છે.

ભાજપ સરકારમાં નિર્દોષ લોકોના એન્કાઉન્ટર થઈ રહ્યાં છે.

[yop_poll id=567]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

VishwaCup 2019 : Amdavadis set to tune in for India Vs Pakistan mega-match |Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

વિદેશમાં પિકનિક, પ્રવાસ, ફરવાનો કે હનીમૂનનો પ્લાન છે ? તો આ ખબર છે આપના કામની

Read Next

પોળમાં પતંગ ચગાવવાનું તમારું અધૂરું સપનુ આ ઉત્તરાયણ પર થશે પૂરું, પતંગ-દોરી સાથે ઉંધિયુ-પૂરી અને ડીજેની મજા પણ, VIDEO

WhatsApp પર સમાચાર