માયાવતીએ મુસ્લિમોને કરી અપીલ, ‘ભાજપને હરાવવું હોય તો કોંગ્રેસને વોટ ન આપશો’

યુપીના સહારનપુરના દેવબંદ ખાતે મહાગઠબંધનના ત્રણેય પક્ષ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી અને રાષ્ટ્રીય લોક દળ સાથે મળીને રેલી કરી હતી. માયાવતીએ આ રેલીમાં મુસ્લિમોને તેમનો વોટ વહેંચાઈ ન જાય તેની અપીલ કરી હતી.

માયાવતીએ સહારનપુર દેવબંદ ખાતે રેલીમાં ભાજપની સાથે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ એવું માનીને ચાલી રહી છે કે અમે જીતીએ ના જીતીએ પણ મહાગઠબંધન તો ના જ જીતવું જોઈએ. આ રણનીતિનો ઉપયોગ કરીને કોંગ્રેસે ભાજપને લાભ થાય તેવા ઉમેદવારો કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. આ બાબતને લઈને માયાવતીએ મુસ્લિમ સમાજને કહ્યું કે ભાજપને હરાવવું હોય તો ભાવનાઓમાં આવીને વોટને તૂટવા ન દેતા.

READ  મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 'હાથી' બચાવવશે 'પંજો', જાણો શું છે ગણિત ?

 

 

માયાવતીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કરીને કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં જ નથી. માયાવતીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કરીને કહ્યું કે મોદીને હવે ગઠબંધનની ડર લાગવા લાગ્યો છે. એ નક્કી જ છે કે ઉત્તરપ્રદેશમાં તો ભાજપ હારી રહી છે અને મહાગઠબંધન પૂર્ણ બહુમત સાથે આવી રહ્યું છે. આ માટે જ હું કહેવા માગું છું કે મુસ્લિમ સમાજે પોતાના વોટ વહેંચાવા દેવા ન જોઈએ. જો અમારી સરકાર બનશે તો અમે ખાનગીક્ષેત્રોમાં પણ રોજગારી આપવાની વ્યવસ્થા કરીશું.

READ  ગાંધીજી અને સરદાર પટેલના સ્મારક પરથી આશીર્વાદ મેળવી કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણીની તૈયારી, CWC માટેની તૈયારીઓનો આખરી ઓપ

 

Oops, something went wrong.
FB Comments