માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બસપાની ઝોનલ કો-ઓર્ડિનેટરની મીટિંગમાં સાંસદોએ પણ હાજરી આપી હતી. આ મીટિંગમાં માયાવતીએ અખિલેશ યાદવની ઝાટકણી કાઢી હતી. એવી માહિતી મળી રહી છે કે લોકસભાની ચૂંટણીના હારનું ઠીકરું માયાવતીએ અખિલેશ યાદવ પર ફોડી દીધું હતું. માયાવતીએ મીટિંગમાં કહ્યું કે અખિલેશે મને વધારે મુસલમાનોને ટિકિટ આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેના લીધે ધ્રુવીકરણ થશે. જો ધ્રુવીકરણ થાય તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે તેમ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માયાવતીએ મુલાયમ સિંહને પણ પોતાના નિશાને લીધા હતા. માયાવતીએ કહ્યું કે મને ફસાવવા પાછળ ભાજપ અને મુલાયમ સિંહનો હાથ છે. તેમણે આ ફસાવવાની વાતને લઈને તાજ કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય માયાવતીએ કહ્યું કે સપાએ પ્રમોશનમાં આરક્ષણને લઈને પણ વિરોધ કર્યો હતો. આના લીધે દલિતો, પછાતોએ તેમને વોટ ન આપ્યો.

આ પણ વાંચો:  બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

માયાવતીએ અખિલેશ વિશે કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ તેમને મને ક્યારેય ફોન કર્યો નથી. સતિશ મિશ્રાએ આ બાબતે અખિલેશને કહ્યું પણ તેઓએ ફોન કર્યો નહોતો. મેં એક વડા તરીકે પોતાની ફરજ અદા કરી અને 23 તારીખના રોજ તેમને ફોન કરીને સપા પરિવારની હારને લઈને દુ:ખ વ્યક્ત કર્યું. માયાવતીએ સપાની રાજનીતિ વિશે પણ આરોપ લગાવીને કહ્યું કે સપાના શાસનમાં જે દલિતો પર અત્યાચાર થયા તેને લીધે દલિતોએ સપાને મત ન આપ્યા અને સપા હારનું કારણ બની. માયાવતીએ વધુમાં ઉમેર્યું કે ઘણી જગ્યાઓએ સપાના નેતાઓએ બસપાના ઉમેદવારને હરાવવાનું પણ કાર્ય કર્યું.

 

For the third day day police continues combing operation in Amroli, Surat |Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

IPS અજય પાલ શર્માએ બળાત્કાર અને હત્યાના આરોપીને મારી ગોળી, સોશિયલ મીડિયામાં લોકોએ બિરદાવ્યા

Read Next

અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ

WhatsApp પર સમાચાર