માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ

mayawati took back case against mulayam in guest house scandal

BSPના અધ્યક્ષ માયાવતીએ SPના મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ ગેસ્ટ હાઉસકાંડમાં દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે શપથપત્ર દાખલ કર્યુ છે. BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ તેની પુષ્ટી કરી છે. માયાવતીના આ નિર્ણયથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

માયાવાતી ગેસ્ટહાઉસકાંડમાં માત્ર મુલાયમસિંહ પર દરિયાદિલી બતાવી રહ્યા છે. આ કેસથી જોડાયેલા બાકી લોકો પર કેસ ચાલુ રહેશે. માયાવતી પર હુમલાને લઈને મુલાયમસિંહ યાદવ, શિવપાલસિંહ યાદવ, SP નેતા ધનીરામ વર્મા, મોહમ્મદ આઝમ ખા, બેની પ્રસાદ વર્મા સહિત ઘણા નેતાઓની વિરૂદ્ધ હજરતગંજ કોતવાલીમાં 3 કેસ દાખલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનના ખેલાડીએ જણાવ્યું કે ભારતીય ટીમમાં આ ખેલાડી બનશે ભવિષ્યમાં 'કોહલી'

અહેવાલ મુજબ લોકસભા ચૂંટણી પહેલા થયેલા ગઠબંધન દરમિયાન BSP અને SPની વચ્ચે આ વાત પર કરાર થયો હતો. અખિલેશ યાદવે માયવાતી પાસે ગેસ્ટહાઉસ કેસમાં મુલાયમસિંહની વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાની માગ કરી હતી. તેની પર માયાવતીએ ફેબ્રુઆરીમાં જ મુલાયમસિંહની વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાનું શપથપત્ર આપ્યું હતું પણ આ વાત મીડિયામાં લીક કરવામાં આવી નહતી.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ઉત્તરપ્રદેશના મેનપુરીમાં BSP-SPની સંયુક્ત રેલીમાં માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે તે ગેસ્ટહાઉસ કાંડને ભૂલવા અને માફ કરવા માટે તૈયાર છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મેં ભી ચોકીદાર' કેમ્પેઈન હેઠળ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું હતો ગેસ્ટહાઉસ કાંડ

બાબરી ધ્વંસ પછી 1993માં BSP-SPએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ ગઠબંધનની સરકાર બની અને મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા પણ ગઠબંધન સરકાર 2 વર્ષથી વધારે ના ચાલી શકી. માયાવતીએ 1995માં મુલાયમસિંહ સરકાર પાસેથી સમર્થન પાછુ લઈ લીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માયાવતીએ 2 જૂન 1995ના રોજ ગઠબંધન તોડવાને લઈ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં BSP ધારાસભ્યોની બેઠક બોલાવી. ત્યાં SP નેતાઓએ ઘણા સમર્થકોની સાથે ગેસ્ટહાઉસ પર હુમલો કરી દીધો. SP નેતાઓના હુમલાથી બચવા માટે માયાવાતીએ પોતાને રૂમમાં બંધ કરી દીધા હતા.

READ  સુરતમાં ખેલૈયાઓએ નવરાત્રીમાં સાદા ગરબા કે દોઠિયું નહી પણ સ્કેટીંગ ગરબા પર મચાવી ધૂમ, જુઓ VIDEO

SP નેતાઓ પર માયાવતીની સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપ છે. આ વિવાદ સમગ્ર દેશમાં ચર્ચામાં હતો. SPના ઘણા નેતાઓની વિરૂદ્ધ માયાવતીએ હજરતગંજ કોતવાલીમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ આજે પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

 

Top News Headlines Of This Hour : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments