દયાભાભી પછી આ પાત્ર પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલને અલવિદા કહી શકે છે

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે.

સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને રિયલ લાઈફમાં પણ તેમના ભાઈ છે. શોના પ્રોડયૂસર અસિત મોદીએ દિશા વાકાંણીની સાથે કરેલા ખરાબ વર્તનથી મયૂર વાકાંણી પરેશાન છે અને તેના લીધે જ મયૂર વાકાંણી પણ આ શો છોડી શકે છે.

 

READ  નથુરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હસનને મળી આ ધમકી

પ્રોડયૂસરે દિશા વાકાંણીને 30 દિવસનો સમય આપ્યો છે. તેમને કહ્યું કે 30 દિવસની અંદર નક્કી કરે કે તે સિરીયલમાં પાછા ફરવા માગે છે કે નહી. જો તે આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું પણ તે 1 મહિનાની અંદર સિરીયલમાં પાછા નહી ફરે તો તેમની જગ્યાએ બીજા કોઈની સિરીયલમાં એન્ટ્રી કરાવવામાં આવશે.

READ  સાઉથના સુપરસ્ટારની દીકરી સૌંદર્યા રજનીકાંત કરવા જઈ રહી છે બીજા લગ્ન, પ્રી-વેડિંગ રિસેપ્શનમાં ઉમટી સેલિબ્રિટીઝ

 

Latest News Stories From Gujarat : 19-09-2019 | Tv9GujaratiNews

FB Comments