તો SCO સમિટમાં આ કારણે ભારત પાકિસ્તાનના PM ઈમરાન ખાનને આપશે આમંત્રણ!

-conference-india-to-invite-pakistan-pm-imran-khan-for-sco-summit-in-new-delhi

પાકિસ્તાનની ચીનની સાથે ચાલ નિષ્ફળ ગયી છે. UNSCમા કાશ્મીરનો મુદો ચીનની મદદથી પાકિસ્તાને ઉછાળવાનો પ્રયત્ન કર્યો. જો કે ચીન અને પાકિસ્તાન આ ચાલમાં સફળ રહ્યાં નથી. આ અંગે ભારતે ચીનને ચેતવતા કહ્યું કે ચીન ભવિષ્યમાં આ મુદાથી દૂર રહે અને દુનિયામાં આ મામલે શું વિચાર છે તે અંગે પણ જાણકારી મેળવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરિકાએ જ સાબિત કરી દીધું કે પાકિસ્તાનમાં યથાવત છે આતંકવાદ, યુએસના વિમાનોને પાકિસ્તાનનો એરસ્પેસ ન વાપરવા આપી સલાહ

આ પણ વાંચો : મર્સિડીઝ બેન્ઝે ભારતમાં EQ બ્રાન્ડ કરી લોન્ચ, ટૂંક સમયમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આ અંગે જાણકારી આપતા કહ્યું કે UNSCના મંચનો દૂરપયોગ કરવાની કોશિશ પાકિસ્તાને એક સદસ્યના માધ્યમથી કરી છે. UNSCના મોટાભાગના સદસ્યો આ અંગે એવું માનતા હતા કે કાશ્મીર મુદે આ પર વાતચીત એ યોગ્ચ નથી. આ મુદે દ્રિપક્ષીય ચર્ચા થવી જોઈએ. બંધ દરવાજે જે પણ ચર્ચા થઈ હતી તે કોઈપણ જાતના નિર્ણય વિના જ પુરી થઈ ગયી છે.

READ  એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

SCO સમિટ મુદે ભારત સરકારના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો કે SCOના હેડ કાર્યક્રમના આયોજન માટે તમામ સદસ્ય દેશને સંદેશો મોકલશે. આ SCOની પ્રક્રિયા છે અને તેના લીધે અમે આમ કરીશું. આમ સરકારના જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રક્રિયાનો ભાગ હોવાથી પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને આ સમિટમાં આમંત્રણ આપવામાં આવશે. આ સમિટમાં મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓ જતા હોય છે.

READ  Google Payનો ઉપયોગ કરો છો તો ના કરતાં આ ભૂલ, ગુમાવી બેસશો તમારી કમાણી

 

Oops, something went wrong.
FB Comments