જૂનાગઢમાં મીડિયા કર્મી પર પોલીસના લાઠીચાર્જ બાદ પત્રકારોમાં રોષ, પોલીસ અધિક્ષકની કચેરી સામે ધરણાં

જૂનાગઢમાં પત્રકારો ઉપર કરેલા પોલીસે લાઠીચાર્જ બાદ હવે પત્રકારોમાં નારાજગી પ્રસરી ઉઠી છે. સૌરાષ્ટ્રભરના પત્રકારો પોલીસ અધિક્ષક કચેરી સામે ધરણા પર બેઠા છે. અને જવાબદાર પોલીસકર્મી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ ઉઠાવી રહ્યા છે. સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના મતદાન બાદ, પોલીસની ગુંડાગીરી સામે આવી. પોલીસે ચૂંટણીનું કવરેજ કરવા આવેલા મીડિયાકર્મીઓ પર લાઠીઓ વરસાવી. આ સમગ્ર મામલો ગરમાતાં ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક બાળકોની હોસ્પિટલમાં ભિષણ આગ, નવજાત બાળકોને તુરંત શિફ્ટ કરાયા

રવિવારે મંદિરમાં શાંતિમય વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું હતું. પણ મતદાન બાદ દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. આચાર્ય પક્ષના સમર્થકોએ દેવપક્ષના સંત તેમજ સમર્થકો પર હુમલો કર્યો. 9જે બાદ બંને પક્ષના સમર્થકો છૂટ્ટાહાથની મારામારી પર ઉતરી આવતાં ઘટનાસ્થળે હાજર પોલીસે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. જે દરમિયાન મામલો વધુ બિચકતાં પોલીસ લાઠીચાર્જ પર ઉતરી આવી. સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ પોલીસે મીડીયાને નિશાન બનાવ્યું. જૂનાગઢ એ.ડિવિઝનના પી. આઈ.વાળાએ મીડિયા કર્મીને લાફા ઝીંકી અને લાઠીચાર્જ કર્યો.

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક બાળકોની હોસ્પિટલમાં ભિષણ આગ, નવજાત બાળકોને તુરંત શિફ્ટ કરાયા

Read Next

મૃત્યુ પામેલી એક ટોચની ભારતીય અભિનેત્રીની ફિલ્મ ચીનના સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ, ઘણી મોટી ફિલ્મોના પણ તોડ્યા રેકોર્ડ

WhatsApp પર સમાચાર