અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થી કમિટીને સુપ્રીમ કોર્ટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

આયોધ્યા મામલે મધ્યસ્થતાની પ્રક્રિયાના આદેશ પછી આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. તે દરમિયાન જસ્ટિસ F.M ખલીફુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં તેમનો રિપોર્ટ દાખલ કર્યો.

જેમાં મધ્યસ્થતાની પ્રક્રિયાને પુરી કરવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય માગવામાં આવ્યો. ત્યારબાદ કોર્ટે મામલાની મધ્યસ્થતાનો સમય 15 ઓગસ્ટ સુધી વધારી દીધો છે.

 

તે દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે આ મામલે મધ્યસ્થતા કયા પોંહચી, તેની જાણકારી સાર્વજનિક નથી કરી શકતા. તેને ગુપ્ત રાખવામાં આવે. ત્યારે અયોધ્યા મામલે પણ 13 હજાર 500 પેજનું અનુવાદ કરવાનું બાકી છે. મુસ્લિમ સમુદાયના અરજીકર્તાઓએ અનુવાદ પર પ્રશ્ન કરતા કહ્યું કે અનુવાદમાં ઘણી ભૂલો છે. ત્યારબાદ કોર્ટે મુસ્લિમ પક્ષકારને તેમના પ્રશ્નોને લેખિતમાં દાખલ કરવાની પરવાનગી આપી.

READ  ‘ગલી બૉય’ની આ ધમાલ જોઈને તમે પણ આવી જશો ધમાલ કરવાના મૂડમાં, થયું નવું ગીત રિલીઝ, તમે Video જોઈ માણો મોજ

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, ડીવાઈ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીરની બેન્ચ કરી રહી છે. હવે 15 ઓગસ્ટ પછી જાણવા મળશે કે મધ્યસ્થતાની પ્રક્રિયાએ શુ નક્કી કર્યુ, કારણ કે કોર્ટે આદેશ આપ્યો હતો કે પ્રક્રિયા પુરી રીતે ગુપ્ત રહેવી જોઈએ.

 

Top News Stories From Ahmedabad: 21/1/2020| TV9News

FB Comments