સોશિયલ મીડિયા પર છવાઈ આ ‘બુલેટરાની’ જેણે પોતાના લગ્નમાં કરી કોઈએ ન વિચારી હોય તેવી ‘બિન્દાસ’ એન્ટ્રી VIDEO

મહારાષ્ટ્રના પૂણેનો એક વિસ્તાર છે દૌંડ. અહીં એક ગામ છે, કેડગામ. ત્યાં થોડા મહિનાઓ પહેલા એક લગ્ન થયા જેની ઘણી ચર્ચા થઈ. આ લગ્ન અન્ય લગ્નો કરતા અલગ હતા. જાણો છો કેમ? કારણ કે આ દુલ્હન અલગ હતી. 

દરેક લગ્નમાં જ્યાં દુલ્હા દુલ્હનના ઘરે જાન લઈને જાય, પરંતુ કેડગગામના આલગ્નમાં એવું ન થયું. અહીં દુલ્હન જાન લઈને પહોંચી. અને એ પણ બુલેટ પર. લાલ સાડી પહેરીને, કાળા ચશ્મા લગાવીને, 5 કિલોમીટર સુધી બુલેટ ચલાવીને, દુલ્હન લગ્નના મંડપ સુધી પહોંચી.

READ  સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો અનોખો કેસ! દર્દીના પેટમાંથી નીકળ્યું 5 કિલો મેટલ, જુઓ VIDEO

યુવતીનું નામ છે કોમલ દેશમુખ. દુલ્હન કોમલ બુલેટ ચલાવીને આગળ ચાલી રહી હતી અને તેની પાછળ તેના પરિવારજનો કારમાં આવી રહ્યા હતા. અને કોમલની પણ પહેલા બે બાઈક ચાલી રહ્યાં હતા જેમાં બેઠેલા લોકો તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યાં હતા. સોશિયલ મીડિયા પર કોમલના વીડિયો અને ફોટો વાયરલ થયા છે.

READ  VIDEO: પંચમહાલના ખેડૂતો કેમ કરી રહ્યાં છે GIDCને જમીન ફાળવવાનો વિરોધ?

બુલેટ લઈને મંડપ સુધી પહોંચવા પાછળ, એક ખાસ મેસેજ આપવા માગતી હતી કોમલ.

કોમલના પરિવારજનો સમાજમાં એ સંદેશ આપવા માગતા હતા કે હવે એ સમય આવી ગયો છે કે છોકરો અને છોકરી એકસમાન છે. છોકરીઓ કોઈનાથી પાછળ નથી. કોમલે ખુદ આ વાત કહી કે જાન લઈને આવવાનો કોપીરાઈટ માત્ર છોકરાઓનો નથી.

જુઓ VIDEO:

https://dai.ly/x70oaft

 

કોમલના લગ્ન 2 જાન્યુઆરીએ થયા. કોમલ એક ખેડૂતની દીકરી છે. તેના પિતાનું કહેવું છે કે જ્યારે દીકરીએ બુલેટ સઈને લગ્નના મંડપ સુધી જવાની ઈચ્છા દર્શાવી, તો મેં પણ ના ન પાડી અને ના તો સાસરાવાળાઓએ. કોમલે 5 કિલોમીટર સુધી બુલેટ ચલાવ્યું. રસ્તામાં લોકો તેને જોઈ રહ્યા હતા., લોકો તેને જોવા ઉભા રહી જતા હતા. હસતા મોંઢે તેનું સ્વાગત કરી રહ્યા હતા. કારણ કે આ જાન જ હતી કંઈક અલગ.

READ  અમદાવાદમાં ટાંકી પડવાની ત્રીજી ઘટના, ગોતામાં પાણીની ટાંકી ધરાશાયી, જુઓ VIDEO

[yop_poll id=609]

Oops, something went wrong.

FB Comments