કોણ છે આ ગુજરાતણ જેની સામે ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, નીતા અંબાણી જેવી સેલિબ્રિટીસને લંબાવવો પડે છે હાથ

Veena Nagda - Bollywood Mehendi Queen
Veena Nagda - Bollywood Mehendi Queen

જયારે કોઈપણ સેલિબ્રિટીના લગ્ન થાય છે ત્યારે તેમની મહેંદી સેરેમનીના ફોટોસ તમે ન્યુઝ પેપર , મેગેઝીનમાં જોતાજ હોવ છો પણ શું તમને ખબર છે સેલિબ્રિટીસની મહેંદી આર્ટિસ્ટ કોણ છે ?

તો અમે તમને જણાવી દઈએ કે આ બેસ્ટ મેહેંદી આર્ટિસ્ટનું નામ છે વીણા નાગડા. આ એ નામ છે જેણે શ્રીદેવીથી લઈને શિલ્પા શેટ્ટી, કરિશ્મા કપૂર ,રાની મુખર્જી આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, નીતા અંબાણી જેવી અનેક હસ્તીઓના હાથમાં મહેંદી લગાવી છે.

Veena Nagda - Bollywood Mehendi Queen

તાજેતરમાંજ બોલીવુડની મસ્તાની એટલેકે દીપિકા પાદુકોણના લગ્ન ઇટાલીના કોમો લેક પર યોજાયા હતા અને દીપિકાએ પણ મહેંદી માટે વીણા નાગડા પર પસંદગી ઉતારી હતી.

READ  VIDEO: દિવાળીનો તહેવારમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં રોનક ફરી એક વખત ખીલી

Veena Nagda - Bollywood Mehendi Queen

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીની દીકરીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ યોજાવાના છે અને માનવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારે પણ મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા પર પસંદગી ઉતારી છે. અગાઉ પણ જયારે મુકેશ અંબાણીના પુત્રની સગાઇ થઇ હતી ત્યારે શ્લોકાના હાથમાં વીણા નાગડાએજ મેહેંદી લગાવી હતી. તમને જણાવી દઈએ કે બોલીવુડના જાણીતા ડાયરેકટર કરણ જોહરે વીણા નાગડાનું નામ મહેંદી ક્વિન પાડ્યું છે.

Veena Nagda - Bollywood Mehendi Queen

કોણ છે વીણા નાગડા ?

વીણાનો જન્મ એક જૈન પરિવારમાં થયો હતો. વીણાની માતા હાઉસવાઈફ અને પિતા પૂજારી હતાં. ધોરણ- 10 પછી વીણાને ભણવા દેવામાં આવ્યા ન હતા. તે ઘરે જ સાડીમાં એમ્બ્રોડરી કરતા હતા. ધીમે ધીમે તેમણે મહેંદી ડિઝાઈન કરવાનું શરૂ કરી દીધું અને મહેંદીમાં કરિયર બનાવવાનો વિચાર આવ્યો.

READ  દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'ની રીલીઝને રોકવાની માગ સાથે કોર્ટમાં પહોંચ્યા લક્ષ્મી અગ્રવાલના વકીલ

જાણો સેલિબ્રિટીઝના લગ્નમાં મહેંદી માટે કેટલો લે છે ચાર્જ ?

પોતાના એક ઈન્ટરવ્યૂમાં વીણાએ જણાવ્યું હતું કે તેઓ ”સેલિબ્રિટીસના લગ્નમાં મહેંદી મૂકવાનો એક પણ રૂપિયો નથી લેતા, સેલિબ્રિટિસ મનથી જે પણ આપે છે, તે લઇ લે છે. તેઓ આખા મહિના માટે મને બૂક કરી લે છે. બોલિવૂડ સેલિબ્રિટીસ મારા કામને ખૂબ પસંદ કરે છે.”

READ  મુકેશ અંબાણી 2019માં ઘણું બધું ‘મફત’ આપવાની તૈયારીમાં, 4 સી પ્લાનની તૈયારી કરી રહ્યા છે મુકેશ અંબાણી, જાણો શું-શું થશે ફાયદા ?

[yop_poll id=165]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top 9 Business News Of The Day : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments