ભાજપના આ સાંસદને લોકો કહે છે ‘મોદી’

ઓડિશાની બાલાશોર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર પ્રતાપ ચન્દ્ર સારંગીને જીત મળી છે. તેમને BJDના રબિન્દ્ર કુમાર જેનાને 12,956 મતોથી હરાવ્યા છે. વર્ષ 2014માં તે હારી ગયા હતા પણ આ વખતે તેમને જીત મેળવી છે.

સોશિયલ મીડિયા પર હાલમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. લોકો તેમને ઓડિશાના ‘મોદી’ કહેવા લાગ્યા છે. સારંગી ઘણાં વર્ષોથી સમાજસેવામાં લાગેલા છે. અત્યાર સુધી તેમને લગ્ન પણ નથી કર્યા. સાંરગી ઝુપડામાં રહે છે અને તેમની આર્થિક સ્થિતી પણ નબળી છે પણ તેમના વિસ્તારની જનતા પર તેમની સારી પક્ડ છે.

 

READ  વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

પ્રતાપ સારંગીનો જન્મ બાલાસોરના ગોપીનાથપુરમાં એક ગરીબ પરીવારમાં થયો હતો. તેમને ઉત્કલ યૂનિવર્સિટીના ફકીર કોલેજમાંથી ગ્રેજયુએશન કર્યુ. તેઓ નાનપણથી જ ખુબ આધ્યાત્મિક હતા. તે રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા ઈચ્છતા હતા. તે માટે તેઓ ઘણીવાર મઠમાં પણ ગયા હતા પણ મઠવાળા લોકોએ તપાસ કરી કે તેમના પિતા નથી અને તેમની માતા એકલા રહે છે તો મઠવાળાઓએ તેમને તેમની માતાની સેવા કરવા માટે કહ્યું.

READ  રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના ફોર્મની ચકાસણી પૂર્ણ, ચૂંટણી અધિકારીએ ફોર્મ મંજૂર કર્યા

આ પણ વાંચો: વલ્ડૅકપનો ખિતાબ છઠ્ઠી વખત પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે આ ટીમ

તેમને બાલાસોર અને મયૂરભંજ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઘણી સ્કુલો બનાવી છે. તેઓ બધી જ જગ્યાએ સાઈકલ લઈને જાય છે. લોકો કહે છે કે તેઓ નરેન્દ્ર મોદીના નજીકના છે અને જ્યારે પણ વડાપ્રધાન ઓડિશા આવે છે ત્યારે પ્રતાપ ચન્દ્ર સારંગીની મુલાકાત પણ કરે છે.

READ  દાદરા નગરહવેલીમાં કોંગ્રેસ સેનાપતિ વિનાની તો ભાજપમાં પણ વિવાદ, અંકિતા પટેલ કૉંગ્રેસમાં જોડાઈ તેવા એંધાણ

 

Oops, something went wrong.
FB Comments