સરહદની સમસ્યા ઉકેલવા ભારત-ચીનના સૈન્ય પ્રતિનિધિમંડળ વચ્ચે આવતીકાલ 30મી જૂને યોજાશે બેઠક

Meeting between India-China military delegation tomorrow

પૂર્વ લદાખમાં સરહદ વિવાદનો અંત લાવવા ચીન ભારત સાથે આવતીકાલે લેહના ચુશુલમાં બન્ને દેશના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે મંત્રણા બેઠક યોજાશે. ગલવાન ખીણ પ્રદેશમાં બનેલી ઘટના અને તે પૂર્વે બન્ને દેશ દ્વારા સૈન્યસ્તરની બેઠકોમાં લેવાયેલા નિર્ણયોને આખરી રૂપ આપવા માટે આ બેઠક મળશે.  ગલવાનમાં બનેલી હિંસક અથડામણ બાદ કોર્પ કમાન્ડર કક્ષાએ બે વાર બેઠકો યોજાઈ છે. જે બન્ને બેઠકો ચીનના પ્રાંતમાં યોજાઈ હતી. જેમા એક બેઠક 11 કલાક સુધી યોજાઈ હતી.  પૂર્વ લદાખમાં જ્યા જ્યા ચીની સૈન્યની ઉપસ્થિતિને કારણે સીમા વિવાદ ઊભો થયો છે તે જગ્યાએથી ચીનના પીએલએ (પિપલ્સ લિબરેશન આર્મી)ને પાછળ જવા કહી દેવાયુ છે. જેના માટે હવે સમયસીમાં નક્કી કરી દેવાશે. ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ મેજર જનરલ કક્ષાઅ સતત ત્રણ દિવસ બેઠક યોજાઈ હતી. આ બેઠકના પરિણામસ્વરૂપ ચીને બંધક બનાવેલા ભારતના 10 જવાનોને મુક્ત કર્યા હતા. આવતીકાલે યોજાનાર બેઠકમાં સૈન્યને પાછળ ખસવા અંગે કરાયેલી સમજૂતીમાં  અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી હાથ ધરાઈ તે અંગે પણ ચર્ચા કરાશે.

FB Comments
READ  ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું