શું ભારત WORLD CUP 2019નો સંપૂર્ણ બહિષ્કાર કરશે કે માત્ર પાકિસ્તાન સામેની મૅચ નહીં રમે ? જવાબ જાણવા માટે આ ખબર વાંચવી જરૂરી છે

પુલવામા આતંકી હુમલા બાદ ICC WORLD CUP 2019માં ભારતના રમવા અને રમે, તો પાકિસ્તાન સામેની મૅચ રમવાને લઈને અટકળો ચાલુ છે.

 

અનેક નેતાઓ અને ખેલાડીઓ કહી ચુક્યા છે કે TEAM INDIAએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે 16 જૂને યોજાનારી મૅચ ન રમવી જોઇએ, ભલે 2 પૉઇંટ ગુમાવવા પડે. તો બીજી બાજુ પાકિસ્તાન સામે રોષે ભરાયેલા કેટલાક એવા લોકો પણ છે કે જે એમ કહી રહ્યા છે કે જો વર્લ્ડ કપમાં પાકિસ્તાન રમતું હોય, તો ભારતે આખાય વર્લ્ડ કપનો બહિષ્કાર કરી દેવો જોઇએ.

READ  અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Let Me Be First કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે તમે જોડાઈ શકો છો

જોકે એ વાત તો નક્કી થઈ ગઈ છે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવાનું જ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આ અપીલને ફગાવી દીધી છે કે જે દેશ આતંકવાદને પોષે, તેની ટીમને વર્લ્ડ કપમાંથી હાંકી કાઢવી જોઇએ. આઈસીસી કહી ચુક્યું છે કે આ કામ તેનું નથી.

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

હવે બધો દારોમદાર ભારત સરકાર, ખેલ મંત્રાલય અને બીસીસીઆઈ પર છે. બીસીસીઆઈએ આઈસીસીના આ વલણ પર વિચાર કરવા માટે આગામી 7 માર્ચે વહીટદાર સમિતિ (COA)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આઈસીસીએ પાકિસ્તાનને લઈને કરેલા નિર્ણય પર વિચાર કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે ભારતે વર્લ્ડ કપ 2019માં ભાગ લેવો કે નહીં ? જો ભારત ભાગ લેશે, તો તે પાકિસ્તાન સામેની મૅચ રમશે કે નહીં ?

READ  ‘દેશભક્તિની લાગણી’ મુદ્દે BOLLYWOODની બે અભિનેત્રીઓ સામ-સામે, કંગનાએ ANTI-NATIONAL કહેતા શબાનાએ કંગના માટે વાપર્યા કંઇક આવા શબ્દો

એટલે હવે તમામ ક્રિકેટ રસિકોએ 7 માર્ચની રાહ જોવી પડશે. કદાચ એ દિવસે બીસીસાઈ કોઈ મોટો નિર્ણય કરી શકે છે.

Oops, something went wrong.
FB Comments