મહેસાણા બાયપાસ હાઈ-વે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓની દોડધામ

Mehsana: 5 years old overbridge caves in, Opposition alleges corruption

મહેસાણા બાયપાસ હાઇવે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓ દોડધામ મચી ગઇ. જોકે સદ્દનસીબે આ સમગ્ર ઘટનાક્રમમાં કોઇ જાનહાની નથી થઈ. પરંતુ માત્ર 5 વર્ષ અગાઉ માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુલનો મોટો ભાગ બેસી જતા કૌભાંડની ગંધ આવી રહી છે. જોકે પુલ બેસી જવાના પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વાહનોના ડાયવર્ઝન બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.

READ  Maharastra ex-minister Chhagan Bhujbal admitted to hospital - Tv9 Gujarati

આ પણ વાંચોઃ વાઘોડીયામાંથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મીડિયા સાથે ગેરવર્તન અને કેમેરો ઝૂંટવવાની કોશિશ

જોકે પુલ બેસી જવાની ઘટનામાં પુલ બનાવનાર મુખ્ય એજન્સી રણજીત બિલ્ડકોન લિમિટેડ હોવાનું સામે આવ્યું છે. જેને વર્ષ 2012માં 62.68 કરોડના ખર્ચે બાયપાસ હાઈ-વે બનાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. અને સપ્ટેમ્બર 2013માં આ કામ પૂર્ણ કરવાનું હતું. જોકે મૂળ સમયમર્યાદા બાદ 2014માં આ કામ પૂર્ણ કરાયું હતું. જોકે ઘટનાની જાણ થતા જ બહુચરાજીના ધારાસભ્ય ઘટનાસ્થળ પર પહોંચ્યા. અને પુલના બાંધકામમમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ અધિકારીઓ પર લગાવ્યો.

READ  Gujarat government releases ordinance for 10 % EBC reservation - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments