VIDEO: વડનગરમાં નકલી પોલીસને પડ્યો મેથીપાક, PSI હોવાનો રોફ જમાવતા લોકોએ લીધો આડેહાથ

Mehsana: Fake police thrashed in Vadnagar

મહેસાણાના વડનગરમાં એક શખ્સને પોલીસના નામે રોફ જમાવાનો અભરખો ભારે પડ્યો અને પ્રજાએ જ નકલી પોલીસના રિમાન્ડ લઇ લીધા હતા. વડનગરામાં એક દુકાન પર વસ્તુ લેવા આવેલા ઇસમે પોતે PSI હોવાનો રોફ જમાવ્યો.

આ પણ વાંચો: રેલવે ટીકિટ બુકિંગનો કાળો કારોબાર આવ્યો સામે, એક વ્યક્તિના 3 હજાર બેંક ખાતાનું નેટવર્ક

અને લોકો સાથે દાદાગીરી કરી હતી. જોકે નકલી પોલીસ હોવાની ગંધ પારખી ગયેલી વડનગરની પ્રજાએ થર્ડ ડિગ્રી અપનાવી અને નકલી પોલીસને થાંભલે બાધીને બરોબરના રિમાન્ડ લીધા હતા. જોકે પ્રજાએ મેથીપાક ચખાડ્યા બાદ આ ઇસમને અસલી પોલીસને હવાલે કર્યો હતો. જ્યાં વડનગર પોલીસે નકલી પોલીસની ઉલટ તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની દુકાન બનશે ટુરિસ્ટ સ્પોટ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments