મહેસાણા: LCIT કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, ફી ભરવા બાબતે ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ

મહેસાણા વિસનગર પાસે આવેલા ભાંડુમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. આ ઘટના છે ભાંડુ ગામ નજીક આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસની. જ્યાં વિદ્યાર્થિની નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને હોસ્ટેલમાં રહેતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પિતાનો આક્ષેપ છે કે- હોસ્ટેલના સત્તાવાળાઓ તેમની દીકરીને ફી ભરવા માટે વારંવાર ત્રાસ આપતા હતા. જો ફી ન નહીં ભરે તો પરીક્ષા ફોર્મ ન ભરવા દેવાની પણ ધમકી આપતા હતા. જેનાથી કંટાળી જઈને આપઘાતનું પગલું ભર્યું હોવાનો વિદ્યાર્થિનીના પિતાનો આક્ષેપ છે.

READ  VIDEO: નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ, સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ

આ પણ વાંચો: ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO

તો બીજીતરફ કોલેજના એડમિનિસ્ટેટરે તમામ પોતાના પર લાગેલા આરોપો ફગાવી દીધા છે. અને પોતાની જવાબદારી હોસ્ટેલની મેસના કોન્ટ્રાક્ટરો પર ઢોળી રહ્યા છે. તેમણે બચાવ કરતા કહ્યું કે- તેમના દ્વારા કોઈ પ્રકારની ફીની ઉઘરાણી કરવામાં નથી આવી. તેઓ પોતાના પરના આક્ષેપથી બચવા માટે કહે છે કે- હોસ્ટેલમાં જમવાનું બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે. વિદ્યાર્થિનીનું ફુડ બિલ બાકી હતુ જેથી મેસના કોન્ટ્રાક્ટરે ફુડ બિલના પૈસા માગ્યા હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Centre joins hands with FDCA, Gujarat to cap drug prices in the state – Tv9 Gujarati

 

FB Comments