VIDEO: મહેસાણામાં વાદળી રંગનું પાણી નળમાં આવતા લોકોમાં આશ્ચર્ય, પાલિકાને રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન

Mehsana: TB Road residents get blue colored drinking water

મહેસાણામાં રહિશો જીવલેણ પાણી પીવા મજબૂર બન્યા છે. ટી.બી રોડ પર આવેલી રામબાગ સોસાયટીના નળમાંથી અચાનક વાદળી કલરનું પીવાનું પાણી નીકળતા રહિશો અચંબિત થયા હતા. અને તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: ગાંધીનગર નર્મદા નિગમ કલ્પસર યોજનાની ઓફિસનું રાચરચીલું જપ્ત કરવાનો પાદરાની કોર્ટે કર્યો આદેશ

સ્થાનિકોમાં ભય છે કે, આ દૂષીત પાણીથી રોગચાળો વકરી શકે છે. અને બીમારીનો ભરડો પણ વધી શકે છે. તેવામાં પ્રશાસન આ દિશામાં આંખ આડા કાન કરે છે. મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસથી ડહોળાં પાણી બાદ જુદા-જુદા રંગનું કલરયુક્ત પાણી આ વિસ્તારમાં આવતું હતું. જોકે આજરોજ ફરી વાદળી રંગનું પાણી આવતા રહિશોએ શુદ્ધ પાણી આપવા પ્રશાસન પાસે માગ ઉઠાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મહેસાણા કડી તાલુકાના મેરડા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments