પોલીસ સ્ટેશન યુવતીએ બનાવેલા ટીકટોક VIDEO વાઈરલ થયા બાદ પોલીસ વિભાગમાં હરકત

ગુજરાતના પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ટીકટોક વીડિયો બનાવ્યો હતો. આ અંગેના અહેવાલ બાદ પોલીસ વિભાગ હકરતમાં આવ્યું છે. મહેસાણાના DySPએ આ વીડિયો અંગે તપાસ કરવાની ખાતરી આપી છે. આ વીડિયો ક્યાં પોલીસ સ્ટેશનનો છે. વીડિયો બનાવનારી યુવતી કોણ છે. તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. DySP મંજીતા વણઝારાએ ખાતરી આપતા કહ્યું છે કે, પોલીસ વિભાગમાં શીસ્ત અગત્યની છે. આવી વર્તણૂક ચલાવી લેવાશે નહીં.

આ પણ વાંચોઃ VIDEO: કિંજલ દવે બાદ ગુજરાતની આ લોકગાયિકા પણ ભાજપમાં જોડાયા, ફેસબુકમાં શેર કર્યો ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નોકરી સિવાયના કામોથી કંટાળ્યા સરકારી શિક્ષકો, 'અમને વર્ગમાં જ રહેવા દો'

 

મહત્વનું છે કે, દિલ્હીમાં બસ ડ્રાઈવર અને કંટક્ટરે એક યુવતી સાથે ટીકટોકનો વીડિયો બનાવ્યો, તો તેમને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો. જો કે, દિલ્હી જ નહીં. સરકારી કર્મચારીઓ પર ટીકટોકની બીમારી ગુજરાતમાં પણ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં એક યુવતીનો આવો જ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સામે વાંધો એટલા માટે છે કે, તે કામના સ્થળે જ વીડિયો બનાવી રહી છે. આ યુવતી પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના જ ટીકટોક વીડિયોમાં દેખાય છે કે, કોઈ પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GUJARAT 20-20 : 6 -1-2016 - Tv9 Gujarati

આ વીડિયો જોયા બાદ, જ્યારે અમે તપાસ કરી. તો સામે આવ્યું કે, તે લાંઘણજ પોલીસ સ્ટેશન છે. લાંઘણજ ગામ, મહેસાણા જિલ્લામાં આવે છે. આ યુવતી પોલીસ કર્મી હોય તેવું લાગી રહ્યું છે. તેની ટીકટોક પ્રોફાઈલમાં અનેક વીડિયો છે. જો કે, પોતાના ઘર અને અન્ય સ્થળોની સાથે યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ વીડિયો બનાવવાનું બાકી રાખ્યું નથી. આ યુવતી ટીકટોક પર ખૂબ લોકપ્રિય પણ છે. તેના ટીકટોક પર 12.7 હજાર ફોલોવર્સ છે.. તો સાડા 55 હજાર જેટલી લાઈક્સ તેના વીડિયો પર તેને મળી ચૂકી છે.

READ  સાગરદાણના રૂ.22.50 કરોડ માટે દૂધસાગર ડેરીએ અમૂલ ફેડરેશનને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર ઘટના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments