કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!

Shamlaji Mela on Kartik Purnima

Shamlaji Mela on Kartik Purnima

ત્રિપુરારી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમના દિવસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. કહેવાય આવે છે કે આ દિવસે દેવો દિવાળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે ન માત્ર ગુજરાતમાં પરતુ મહારાષ્ટ્રમાં આ દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવી. તો ગુજરાતમાં પણ વિવિધ સ્થળો કાર્તિકી પૂનમના મેળા ભરાયા અને વિવિધ તીર્થસ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

સૌથી પહેલા જોઈએ યાત્રાધામ શામળાજીની તસવીરો જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે. નાગધરો કૂંડમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ પાવન બની રહ્યાં છે. મહત્વનું છે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શામળાજીમાં પવિત્ર મેળો ભરાય છે.

 

Mela at Shamlaji on Kartik Poornima
Mela at Shamlaji on Kartik Poornima
Shamlaji Mela on Kartik Purnima
Mela at Shamlaji on Kartik Poornima

ભરૂચ પાસે નર્મદા નદીના કિનારે વર્ષોથી શુકલતીર્થ ધામ ખાતે દેવ દિવાળીનો ભાતીગળ મેળો યોજાય છે. કારતક માસમાં અગિયારસથી દેવ દિવાળી સુધી યોજાતા આ ભાતીગળ મેળામાં રાજ્યભરથી લોકો આવ્યા છે. અને આસ્થા સાથે ત્યાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનના દર્શનનો લ્હાવો પણ લઈ રહ્યાં છે. પૌરાણિક દૃષ્ટિએ વિષ્ણુ ભગવાનની પ્રતિમા અહીં સ્વયંભૂ નર્મદા નદીમાંથી પ્રગટ થઈ હોવાનું મનાય છે. તેમજ વિષ્ણુ ભગવાનની શ્વેત રંગની પ્રતિમા ધરાવતું ઓમકારેશ્વર એકમાત્ર ધામ છે.
તો બીજી બાજુ ભાતીગળ મેળામાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન બાદ નર્મદા નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે.

હવે વાત કરીએ મહારાષ્ટ્રની…

દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ મુંબઈના પાલઘર વિસ્તારમાં આવેલાં શિતળા માતા મંદિરમાં દિપોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરને દીવડાંઓથી શણગારવામાં આવ્યું. જેમાં 50 લિટર તેલનો ઉપયોગ કરી 10 હજારથી વધુ દીવડાં પ્રગટાવવામાં આવ્યા.

મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા મંદિરમાં પણ કાર્તિકી પૂનમના અવસરને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાણગંગામાં ભગવાન શંકરને ત્રિપુરનો દીવો કરી, વિધિવત્ પૂજા કરી મહાઆરતી કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભાવિકભક્તો એ લાભ લીધો.

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં આવેલા દુર્ગાડી કિલ્લાને પણ પૂનમના એક દિવસ પહેલા દીવડાંઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો. આ નજારાનો આનંદ લેવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું.

[yop_poll id=43]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

Maharashtra CM Devendra Fadnavis among water bill defaulters, owes Rs 7.4 lakh to BMC

FB Comments

TV9 Web Desk3

Read Previous

ઘરબેઠાં જ હવે લગાવી શકશો તમારા વાહનની હાઈ-સિક્યુરિટી નંબર પ્લેટ! જાણો કેવી રીતે…

Read Next

ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

WhatsApp પર સમાચાર