દિલ્હીની સરકારી સ્કુલમાં મેલાનિયા ટ્રમ્પની મુલાકાત કાર્યક્રમમાંથી CM કેજરીવાલનું નામ હટાવ્યું

melania-trump-event-delhi-school-arvind-kejriwal-manish-sisodia-shashi-tharoor-petty-politics

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પની દિલ્હી મુલાકાત અને સરકારી સ્કુલના કાર્યક્રમમાંથી અરવિંદ કેજરીવાલનું નામ દૂર કરી દેવાયું છે. અરવિંદ કેજરીવાલ અને મનિષ સીસોદીયાનું નામ હટાવી દેવાતા વિવાદ થયો છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે આ બાબતે લોકતંત્રની અસ્વસ્થ પરંપરા ગણાવી છે.

આ પણ વાંચોઃ ડૉનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં પરફોર્મન્સ માટે હાસ્ય કલાકાર સાંઈરામ દવે ખૂબ ઉત્સાહિત

શશિ થરૂરે ટ્વીટ દ્વારા કહ્યું કે, આધિકારીક કાર્યક્રમમાં નિયત આમંત્રણ મોકલવાની આ પ્રકારની રાજનીતિ મોદી સરકાર દ્વારા શરૂ કરાઈ છે. જે લોકતંત્રને અસ્વસ્થ બનાવે છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના સ્વાગત કાર્યક્રમમાંથી વિપક્ષને દૂર કરવું તુચ્છ લાગે છે. આ વાત ભારતને નબળું બનાવે છે.

READ  અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, કટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હોમ ડિલિવરી સેવા શરૂ કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા દરમિયાન તેની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને દિકરી ઈવાન્કા પણ આવશે. મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી શાળામાં પણ મુલાકાત જશે. પણ મેલાનિયાના આ કાર્યક્રમથી હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનિષ સીસોદીયાનું નામ દૂર કરી દેવાયું છે. જેને લઈ શશી થરૂરે ટ્વીટ કર્યું છે.

READ  દિલ્હીમાં કોરોના વાઈરસના લીધે સિનેમા હોલ-સ્કૂલ બંધ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments