અમદાવાદમાં મેમનગર ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો આપઘાત, લાંચના મામલામાં ફસાવી હોવાનો સુસાઈડ નોટમાં ખુલાસો

અમદાવાદમાં મેમનગર ગ્રામ પંચાયતના મહિલા તલાટીએ આપઘાત કરી લીધો છે. મહિલા તલાટી શીતલ વેગડાએ નારોલ સ્થિત શ્રીનાથ રેસિડેન્સીમાં પોતાના નિવાસસ્થાને ગળેફાંસ ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક મહિલા તલાટીની સુસાઈડ નોટ પણ મળી આવી છે.

આ પણ વાંચોઃ દેશમાં સૌથી મોટી કેડર બેઝ ભાજપ પાર્ટીને કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા શિક્ષકોને ફરજિયાત બોલાવવા પડે છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દર કલાકે 13 વ્યક્તીની જિંદગી બચાવનારી અને દરરોજ 3300 લોકોને સારવાર આપનારી 108 એમ્બ્યુલન્સ સેવાના 12 વર્ષ થયા પૂર્ણ

 

આ સુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ખોટી ફરિયાદ કરીને તેમને ફસાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે પાંચ મહિના અગાઉ તલાટી શીતલ વેગડા વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં છટકુ ગોઠવાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments