રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની શક્યતા, 30-40 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન, વરસી શકે છે વરસાદ

આગામી 3 દિવસ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડની અસર હેઠળ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતની વાત કરી તો સાબરકાંઠા, બનાસકાંઠા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝડપી પવન સાથે છૂટો છવાયો વરસાદ પણ પડવાની શક્યતા છે. આ સ્થિતિમાં તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જેથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે.

 

READ  Amit Shah's visit to Gujarat: Pradipsinh Vaghela met Amit Shah at his residence- Tv9

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત

FB Comments