નવરાત્રીમાં ઝૂમવા ખેલૈયાઓમાં થનગનાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી, આ નોરતામાં વરસી શકે છે મેઘરાજ

યુવાનોના સૌથી મનપસંદ તહેવાર નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહી છે. મોટાભાગના ખેલૈયાઓએ નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયારીઓ પણ કરી લીધી છે. પણ ચાલુ વર્ષે ખેલૈયાઓના મનપસંદ તહેવાર નવરાત્રીમાં વરસાદ અવરોધ થાય તેવી પૂરીપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં વર્ષોથી બંધ ઐતિહાસિક મંદિરોને ફરી ખોલવાની તૈયારી, ગૃહ રાજ્યપ્રધાને કરી આ જાહેરાત

29 સપ્ટેમ્બરથી શરુ થતી નવરાત્રીના શરુઆતના દિવસોમાં જ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 29,30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રથમ 3 નોરતા દરમિયાન વરસાદ વરસી શકે છે. જો કે રાહતની વાત એ છે કે પ્રથમ 3 નોરતા પછી વરસાદનું જોર ઓછું થઈ જશે.

READ  AMCમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની રજૂઆતને હાઈકમાન્ડે નકારી

સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા ચોમાસાની વિદાયના કોઈ સંકેતો હજુ સુધી નથી. ડૉ.જયંત સરકાર જે અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર છે તેમનું માનવું છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય મોડી થશે.

હવામાન વિભાગની આગાહી બાદ ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. કારણ કે ગરબાના આયોજકો લાખો રૂપિયાનું રોકાણ કરીને કલબ તેમજ પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરતા હોય છે. એવામાં જો વરસાદ વિલન બને તો લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. આવી જ રીતે ખેલૈયાઓ પણ નવરાત્રીના 3 મહિના પહેલાથી જ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવા માટે ગરબા ક્લાસીસમાં મહેનત કરતા હોય છે. આવા ખેલૈયાઓની મહેનત પાણીમાં ન જાય તે માટે ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો નવરાત્રીમાં વરસાદના પડે તેવી મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.

FB Comments