ભારતમાં 5G મોબાઈલ આવ્યો નથી તે પહેલા જ 5G ઈન્ટરનેટવાળી આવી ગઈ કાર

MG Motor India

જો તમે ટેક્નોલોજીના દિવાના છો તો તમારે ચોક્કસથી આ કાર વિશે જાણવું જોઈએ. તમારા માટે ખુશ ખબર છે. બ્રિટનની એક કાર કંપની MG Motorએ હાલમાં એક લેટેસ્ટ કાર SUV MG Hector લોંચ કરી છે. તેના જબરદસ્ત ફીચર વિશે કંપની કહે છે કે, ભારતમાં આ આવનારી પહેલી કાર હશે, જે ફક્ત ઈન્ટરનેટ જ નહી પરંતુ 5G ફોન સાથે પણ કનેક્ટ થશે.

SUV MG Hector

કંપની આ કાર જૂન મહિનામાં લોંચ કરશે. આ કારમાં ઘણા નવા ફીચર હશે પરંતુ તેની ખાસ ખાસિયત એ હશે કે, તેમાં વૉઈસ કમાન્ડ ફીચર હશે. આ નવા ફીચરથી યૂઝર બોલીને કારને કહી શકે છે કે તે જે રસ્તા પરથી જઈ રહ્યા છે તેની આગળ કયું સ્ટોપ આવશે અને તેની નજીકમાં ક્યા સ્થળો આવેલા છે.

READ  વાઘોડીયામાંથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મીડિયા સાથે ગેરવર્તન અને કેમેરો ઝૂંટવવાની કોશિશ

 

 

કંપની ગ્રાહકોને ઈન્ટરનેટની સારી સુવિધા આપવા માટે એરટેલની સાથે એગ્રીમેન્ટ કરાર કર્યા છે. કંપનીએ એવું પણ કહ્યું છે કે, જે સ્થળો પર ઈન્ટરનેટ સારી રીતે કામ નથી કરી રહ્યું તેવા સ્થળો પર આ કાર ઝડપથી કામ કરશે થતા કંપની ફ્રી ઈન્ટરનેટ સેવા પણ આપશે.

આ કારમાં રિમોટ ટ્રૈકિંગ, ઑટોમેટિક ઈમરજંસી રિસ્પાંસ (ઈ-કોલ), જિયો ફૈસિંગ અપડેટ મેપ જેવા નવા ફીચરની સાથે સાથે ગીતોની પણ એપ હશે. કારની વધુ ખાસિયતોમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરો, પૈનારોમિક સનરૂફ, લેધર સીટ અને ક્રૂજ કંટ્રોલ જેવા ફીચર હશે.

READ  આ બિઝનેસમેન સામે બોલિવૂડ સુપરસ્ટાર દિલીપકુમારનો સ્ટારડમ પણ થઈ ગયો હતો ફિક્કો, જાણો તેમના જીવનનો ચોંકવાનારો કિસ્સો

 

Oops, something went wrong.
FB Comments