પ્રવાસી શ્રમિકોની વતન જવાની માગ વચ્ચે ગૃહ વિભાગે આપ્યો આ ખાસ આદેશ

mha standard operating system for the movement of stranded labourers within the state or union territory Pravasi sharmiko ni vatan javani mag vache MHA e aapyo aa khas aadesh
તસ્વીર પ્રતિકાત્મક છે.

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે ઘણા બધા પ્રવાસી મજૂરો તેમના ઘરેથી દુર બીજા રાજ્યોમાં ફસાયેલા છે. ઘણા મજૂરો તો ચાલતા ઘરે જવા માટે નિકળી પડ્યા હતા, જેમને સરહદ પર રોકીને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં ફસાયેલા આ મજૂરોના આવવા-જવાને લઈ ઘણી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

પ્રવાસી શ્રમિકો ની વતન જવાની માગ વચ્ચે ગૃહ વિભાગનો આ ખાસ આદેશ #CoronaUpdates #fightagainstcorona #CoronavirusPandemic #TV9news #GujaratiNews

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १९ एप्रिल, २०२०

 

તે મુજબ કોઈ પણ લેબરને રાજ્યમાંથી બહાર જવાની પરવાનગી નથી પણ રાજ્યની અંદર જ તેમની મૂવમેન્ટ ઘણા નિયમોને ધ્યાનમાં રાખીને થઈ શકે છે. સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે આ ફસાયેલા મજૂરોનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝ, ખેતી અને અન્ય કામમાં કરવામાં આવી શકે છે. 20 એપ્રિલ પછી સંક્રમણ ઝોનની બહાર કામ કરવાની પરવાનગી મળી ચૂકી છે. ત્યારે આ મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની થોડી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો ક્યારે યોજાશે CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા?, સરકારે કરી તારીખ જાહેર

આ છે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ

1. કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેલા પ્રવાસી મજૂર જ્યાં પણ છે આશ્રયમાં રહ્યા છે. તેમનું લોકલ ઓથોરિટી સાથે રજિસ્ટર થવું જરૂરી છે અને તેમની સ્કિલ્સનું મેપિંગ કરવામાં આવશે, જે મુજબ તેમને કામ આપવામાં આવી શકે.

2. જો કોઈ મજૂરોનું કોઈ સમૂહ પોતાના કામ કરવાની જગ્યા પર પરત ફરવા ઈચ્છે છે અને તે રાજ્યમાં કોઈ બીજી જગ્યાએ છે તો પહેલા તેમનું સ્ક્રીનિંગ થશે અને જો તે સ્વસ્થ હશે તો તેને કામની જગ્યાએ પહોંચાડવામાં આવશે.

READ  કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. કોઈ પણ મજૂરને રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ, જ્યાં તે રહે છે. તેનાથી બહાર જવાની પરવાનગી મળશે નહીં.

4. બસથી મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમનું પાલન કરવું જરૂરી છે. તેમને સ્વાસ્થ્ય અધિકારીઓની ગાઈડલાઈન્સ મુજબ સેનિટાઈઝ કરવું પડશે.

READ  આ યુવકનું ગીત રાનુ મંડલને આપશે ટક્કર! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. 15 એપ્રિલે કોવિડ-19ના મેનેજમેન્ટ માટે જાહેર કરેલી તમામ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થવું જરૂરી છે.

6. સ્થાનિક ઓથોરિટીની જવાબદારી હશે કે તે મજૂરોને તેમના પ્રવાસ દરમિયાન ખાવા-પીવાનું પહોંચાડે.

 

FB Comments